

વડોદરા શહેર પર ફી ખતરો મંડરાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, અગામી 36 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે. એટલે જરૂર કહી શકાય કે, વડોદરા જીલ્લા માટે હજુ 36 કલાક ભારે છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યા બાદ હજુ પરિસ્થિતિ થાળે પડી પણ નથી અને ફરીથી વડોદરાવાસીઓ પર વરસાદી ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે, અગામી 36 કલાકમાં ફરી વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે. લોકોને નદીવાળા વિસ્તારથી દુર રહેવા સલાહ આપવામાં આવી છે.


હવામાન વિભાગે અગામી 36 કલાક ભારે વરસાદની આગાહી બાદ તંત્રએ એલર્ટ જાહેર કરી દીધુ છે. વડોદરા કલેક્ટર, મંત્રી યોગેશ પટેલ અને પોલીસ કમિશ્નર વચ્ચે ઈમરજન્સી બેઠક યોજવામાં આવી હતી. જો ફરી વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે આ બેઠક યોજવામાં આવી છે.


ઉલ્લેખીય છે કે, વડોદરામાં બે દિવસ પહેલા એક જ દિવસમાં 18 ઈંચ વરસાદ ખાબકતા પુરૂ શહેર પાણી પાણી થઈ ગયું હતું. તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાઓળા વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ ભયાનક છે. કેટલાએ લોકોના ઘર, દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોના વાહનો પાણીમાં ડુબી જતા, અનેક વાહનોની હાલત બિસ્માર બની ગઈ છે.


વડોદરામાં હજુ પણ સ્થિતિ સંપૂર્ણપણે થાળે પડી નથીત. હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી જેમના તેમ છે. તંત્ર દ્વારા શહેરમાં 4000 જેટલા લોકોને સુરક્ષિત સ્થળ પર સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકના ઘરની સ્થિતિ સુધરતા તેમને પાછા પોતાના ઘરે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


કલેક્ટર શાલિની અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું કે, થોડાક વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે. હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા છે. તંત્ર દ્વારા 3000 જેટલા સફાઈ કામદારો સફાઈ ઝુંબેશમાં લાગી ગયા છે. કલેક્ટરે શહેરવાસીઓને કહ્યું છે કે, ખોટી અફવાથી હંમેશા દુર રહેવું જોઈએ. અને સાવચેતી રાખવી જોઈએ.


વડોદરા શહેરમાં આજવા ડેમમાં હાલ સપાટી 211.65 છે, તો પ્રતાપપુરામાં 224 છે, જ્યારે વિશ્વામિત્રી નદી 29 ફૂટ પર વહી રહી છે. જો વડોદરા શહેરમાં ફરી ભારે વરસાદ પડે તો, જીનજીવન વધારે અસ્તવ્યસ્ત થઈ શકે છે.