Home » photogallery » madhya-gujarat » વડોદરાઃ કિલોમીટર દૂરથી દેખાય તેવા વિશાળ વ્હાઈટ હાઉસના બાંધકામ વખતે તંત્ર ઊંઘતું હતું?

વડોદરાઃ કિલોમીટર દૂરથી દેખાય તેવા વિશાળ વ્હાઈટ હાઉસના બાંધકામ વખતે તંત્ર ઊંઘતું હતું?

Vadodara White House Demolation: વડોદરામાં 100 કરોડની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા વ્હાઈટ હાઉસની સાથે કાનન સ્કીમમાં બનેલા ડુપ્લેક્સ તોડી પાડવામાં આવી રહ્યા છે. નોટિસ આપ્યા બાદ પણ જવાબદારો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં ના આવતા આખરે કલેક્ટર દ્વારા સુઓમોટોથી વ્હાઈટ હાઉસ સહિત અન્ય ઈમારતો બર બુલડોઝર ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • 110

    વડોદરાઃ કિલોમીટર દૂરથી દેખાય તેવા વિશાળ વ્હાઈટ હાઉસના બાંધકામ વખતે તંત્ર ઊંઘતું હતું?

    વડોદરાઃ વડોદરા શહેરમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભું કરી દેવામાં આવેલું વ્હાઈટ હાઉસ અને તે સિવાયના બાંધકામને તોડી પાડવાનો આદેશ આપી દેવાયા બાદ કામગીરી સવારથી શરુ કરી દેવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હોવા છતાં તેને બનાવનાર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. આ પછી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 210

    વડોદરાઃ કિલોમીટર દૂરથી દેખાય તેવા વિશાળ વ્હાઈટ હાઉસના બાંધકામ વખતે તંત્ર ઊંઘતું હતું?

    ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા વ્હાઈટ હાઉસ સહિતના ડુપ્લેક્સને તોડી પાડવા માટે કલેક્ટર દ્વારા સુઓમોટો કરીને કાર્યવાહી હાથ ધરવા માટે આદેશ આપ્યા હતા. 9મી તારીખે વ્હાઈટ હાઉસના માલિકોને ગેરકાયદેસર બાંધકામ માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ કોઈ પગલા ભરવામાં ના આવતા અંતમાં આ વ્હાઈટ હાઉસની સાથે કાનન-1 અને કાનન-2 સ્કીમના મકાનો તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 310

    વડોદરાઃ કિલોમીટર દૂરથી દેખાય તેવા વિશાળ વ્હાઈટ હાઉસના બાંધકામ વખતે તંત્ર ઊંઘતું હતું?

    16086 ચોરસ મીટર જમીન મૂળથી સરકારી છે અને તેના પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું તેના પર તંત્રમાંથી કોઈનું ધ્યાન કઈ રીતે ના ગયું તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. પરંતુ આદેશ મળ્યા બાદ બુધવારે સવારથી જ ગેરકાયદેસર ઈમારતોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 410

    વડોદરાઃ કિલોમીટર દૂરથી દેખાય તેવા વિશાળ વ્હાઈટ હાઉસના બાંધકામ વખતે તંત્ર ઊંઘતું હતું?

    બોગસ NA કરીને વ્હાઈટ હાઉસની સાથે જે કાનન વિલાના નામે ડુપ્લેક્સ ઉભા કરવામાં આવી રહ્યા હતા તેને પણ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ બાંધકામ સરકારી જમીન પર બોગસ રીતે બાંધવામાં આવ્યા હતા. આમ છતાં ડુપ્લેક્સની સ્કીમો મૂકીને દસ્તાવેજો કરવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 510

    વડોદરાઃ કિલોમીટર દૂરથી દેખાય તેવા વિશાળ વ્હાઈટ હાઉસના બાંધકામ વખતે તંત્ર ઊંઘતું હતું?

    આ કેસમાં ભૂમાફિયાઓ સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. જે રીતે શહેરના વાઘોડિયા રોડ પર નિયમની વિરુદ્ધ જઈને ઈમારતો ઉભી કરવામાં આવી છે તેવું શહેરમાં કે અન્ય જગ્યાએ કરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. શરુઆતમાં ડુપ્લેક્સ પર બુલડોઝર ફર્યા બાદ વ્હાઈટ હાઉસ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 610

    વડોદરાઃ કિલોમીટર દૂરથી દેખાય તેવા વિશાળ વ્હાઈટ હાઉસના બાંધકામ વખતે તંત્ર ઊંઘતું હતું?

    1990માં સરકારી જમીન પચાવી પાડવામાં આવી અને તેના પર ગેરકાયદેસર રીતે બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, હવે તંત્ર દ્વારા આ ગેરકાયદેસર ઈમારતોને ઉતારી લેવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. વિશાળ વ્હાઈટ હાઉસને તોડી પાડવા માટે શરુઆતમાં મજૂરો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, જે પછી મશીનોની મદદથી બંગલાને તોડી પાડવા માટે કામગીરી કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 710

    વડોદરાઃ કિલોમીટર દૂરથી દેખાય તેવા વિશાળ વ્હાઈટ હાઉસના બાંધકામ વખતે તંત્ર ઊંઘતું હતું?

    આ વિસ્તારમાં આ વિશાળ વ્હાઈટ હાઉસ ઉભું કરવામાં આવ્યું છે તેને પહેલા લોકો જોવા માટે એકઠા થતા હતા, તેની સામે ફોટોગ્રોફી પણ લોકો દ્વારા કરવામાં આવતી હતી પરંતુ આજે તેના તૂટવાની ખબરો મળતા મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે. આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ વાંધા વિરોધ ના થાય તે માટે પોલીસ કાફલો પણ અહીં ઉતારી દેવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 810

    વડોદરાઃ કિલોમીટર દૂરથી દેખાય તેવા વિશાળ વ્હાઈટ હાઉસના બાંધકામ વખતે તંત્ર ઊંઘતું હતું?

    વડોદરા કોર્પોરેશનના વિપક્ષના નેતા અમી રાવત દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે, અમે છેલ્લા દોઢ વર્ષથી ઘ્યાન દોરી રહ્યું છે, સભામાં પણ અવારનવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. જોકે, મેયર અને અન્ય ચૂંટાયેલા સભ્યો તેને ગંભીરતાથી નહોતા લઈ રહ્યા. ત્યાં એમ કહેવામાં આવતું હતું કે આ જમીન કોર્પોરેશનની નથી, કલેક્ટર સમક્ષ આ મુદ્દે કેસ ચાલી રહ્યો છે. તેમણે મુદ્દે ભાજપના મોટા માથાની સંડોવણીના પણ આક્ષેપ કર્યા છે.

    MORE
    GALLERIES

  • 910

    વડોદરાઃ કિલોમીટર દૂરથી દેખાય તેવા વિશાળ વ્હાઈટ હાઉસના બાંધકામ વખતે તંત્ર ઊંઘતું હતું?

    વ્હાઈટ હાઉસની સાથે કાનન વિલા સાઈટના બાંધકામને પણ તોડી પાડવા માટેની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આ બાંધકામ બોગસ NA હુકમના આધારે વ્હાઈટ હાઉસ બંગલાનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વ્હાઈટ હાઉસ બંગલાની બાજુમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ડુપ્લાક્સ સ્કીમ બનાવીને દસ્તાવેજ કરી દેવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 1010

    વડોદરાઃ કિલોમીટર દૂરથી દેખાય તેવા વિશાળ વ્હાઈટ હાઉસના બાંધકામ વખતે તંત્ર ઊંઘતું હતું?

    કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ પહોંચી ત્યારે અહીં વ્હાઈટ હાઉસ સહિત નિર્માણાધિન સાઈટને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન લોકોના ટોળા પણ કામગીરીના સ્થળ પર ઉતરી આવ્યા હતા. અહીં સવાલ એવા પણ ઉઠી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે યોગ્ય છે પરંતુ જ્યારે આ બાંધકામ વર્ષોથી થઈ રહ્યું હતું ત્યારે કોર્પોરેશન કે વિરોધપક્ષ દ્વારા શા માટે આ દિશામાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નહોતા? આ ડિમોલેશનના પડઘા આગામી સમયમાં ગાંધીનગરમાં પણ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES