સુપ્રસિધ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું હતું. તેની સ્મૃતિમાં વર્ષોની પરંપરા મુજબ ગંગા દશહરા મહોત્સવ ઉજવાય છે. મહોત્સવની દસ દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી દરમિયાન રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠાં થઇ નર્મદાજીની આરતીનો લાભ લે છે. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે અહીં પૂજા અને મહાઆરતી થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ પાવન અવસરમાં છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ, અગ્રણી સતિષભાઈ નિશાળિયા, કલેકટર ગોર, ડી. ડી. ઓ. સુ મમતા હીરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, પ્રાંત અધિકારી, પદાધિકારીઓ, અગ્રણીઓ, સાધુ-સંતો, ચાંદોદના ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજર રહી આ મહાઆરતીનો લાભ લીધો હતો.