સવારની શોભાયત્રામાં ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે અસામાજિક તત્વોના જૂથે પથ્થરમારો કર્યો હતો. ત્યારે રામજીની મૂર્તિ પર પથ્થર વાગતા મૂર્તિ ખંડિત થઈ હતી. આ ઉપરાંત અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાને લઈને ડીજીપીએ બેઠક યોજી હતી. ત્યારે નરસિમ્હા કોમર સહિત અધિકારીઓ જોડાયા હતા. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં જોડાયા હતા. ત્રિનેત્ર સેન્ટરમાં બેઠક યોજવામાં આવી છે. ત્યારે સીસીટીવીને આધારે કાર્યવાહી કરવામાં આવશે.