વડોદરા: શહેરમાં જરોદ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અને પાંચ લોકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. ઘટનાને પગલે પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ વિગતો એકઠી કરવામાં આવી રહી છે. આ અકસ્માતની એક કંપાવતી તસવીર સામે આવી છે. જેમાં પરિવારજનોની લાશો વચ્ચે એક વૃદ્ધ મહિલા હ્રદય કંપાવતું આક્રંદ કરતાં જોવા મળ્યા હતા.