

અંકિત ઘોનસીકર, વડોદરા : કોરોના કાળને પગલે રાજ્ય સહિત વિશ્વભરમાં ક્રિસમસની ઉજવણી પર ગ્રહણ લાગ્યું છે. લોકો ઘરમાં જ મિત્રો અને પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડોદરમાં એક વિદ્યાર્થી પોતાના મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરવા આવ્યો હતો, ત્યારે અકસ્માતે તેનું ધાબા પરથી પટકાતા મોત થતા, ઉજવણીનો માહોલ માતમમાં છવાઈ ગયો છે.


પ્રાપ્ત માહિતી અનુસરા, આણંદમાં પીએચડી કરી રહેલ વિદ્યાર્થી અમદાવાદ એમએસ યુનિવર્સિટીના ક્વાર્ટરમાં રહેતા મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરવા ગયો હતો, ત્યારે આજે અચાનક તે ક્વાર્ટરના ટેરેસ પરથી નીચે પટકાયો હતો. માથામાં ગંભીર રીતે ઈજા થતા તેનું મોત થયું છે.


વિગતે ઘટનાની વાત કરીએ તો, હિતેશ યાદવ નામનો વિદ્યાર્થી જે આણંદનો રહેવાસી છે અને આણંદ ખાતે પીએચડી કરી રહ્યો છે. તે ક્રિસમસની ઉજવણી કરવા માટે વડોદરા એમએસ યુનિવર્સિટીના ક્વાર્ટરમાં રહેતા તેના મિત્ર અભિષેક શર્માને ત્યાં ગયો હતો. બધા મિત્રો હર્ષોલ્લાસથી ક્રિસમસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે હેતેશને ફોન આવ્યો, ઘરમાં ટેપનો અવાજ વધાર હોવાથી તે ફોન પર વાત કરવા માટે ક્વાર્ટરના ટેરેસ પર ગયો, અને ધાબા પરથી નીચે પટકાયો.


મિત્રોને જાણ થતા તેમણે તુરંત 108નો સંપર્ક કરી તેને હોસ્પિટલ લઈ જવા માટે તજવીજ હાથધરી હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીએ દમ તોડી દીધો હતો.