Home » photogallery » madhya-gujarat » Vadodara: કલાકાર રાજેશ તડવીએ શહેરનાં વૃક્ષોને દુલ્હનની જેમ શણગાર્યા, ફોટા જોવા જેવા છે

Vadodara: કલાકાર રાજેશ તડવીએ શહેરનાં વૃક્ષોને દુલ્હનની જેમ શણગાર્યા, ફોટા જોવા જેવા છે

વડોદરાનાં કલાકાર રાજેશભાઇ તડવીએ શહેરનાં 200 જેટલા ઝાડ પર વોટર કલર્સથી સુંદર ચિત્રો બનાવ્યાં છે. એક ચિત્ર બનાવતા પાંચ થી છ કલાકનો સમય લાગે છે.તેમજ આજ સુધીમાં 50 હજાર લીટર કલર્સનો ઉપયોગ થયો છે.

  • 17

    Vadodara: કલાકાર રાજેશ તડવીએ શહેરનાં વૃક્ષોને દુલ્હનની જેમ શણગાર્યા, ફોટા જોવા જેવા છે

    Nidhi Dave, Vadodara: વડોદરા શહેર કલાનગરી તરીકે ઓળખાય છે. આ કલાનગરી વડોદરામાં અદભુત કલાકારો વસેલા છે. એક કલાકાર છે જેમને વડોદરા શહેરને સુંદર ચિત્રકારીથી શણગારી દેવું છે. હું મારી આસપાસની દરેક વસ્તુ સુંદર અને ક્લાત્મક જોવાં માંગુ છું. મને ભવિષ્યમાં તક મળે તો વડોદરાના જાહેર સ્થળો અને ઝાડને સુંદર પેઈન્ટિંગ્સથી શણગારવાની મારી મહેચ્છા છે. આ શબ્દો છે, આર્ટિસ્ટ રાજેશભાઈ તડવીના. તેમણે વડોદરાને સુંદર બનાવવામાં માટે એક અનોખી પહેલ કરી છે.

    MORE
    GALLERIES

  • 27

    Vadodara: કલાકાર રાજેશ તડવીએ શહેરનાં વૃક્ષોને દુલ્હનની જેમ શણગાર્યા, ફોટા જોવા જેવા છે

    રાજેશભાઈ તડવીએ શહેરના 200 જેટલાં ઝાડ પર વોટર કલર્સથી સુંદર પેઈન્ટિંગ્સ બનાવી તેને કલાત્મક રીતે શણગાર્યા છે. રાજેશભાઈ તડવી બાપોદ જકાતનાકા વિસ્તારમાં રહે છે.

    MORE
    GALLERIES

  • 37

    Vadodara: કલાકાર રાજેશ તડવીએ શહેરનાં વૃક્ષોને દુલ્હનની જેમ શણગાર્યા, ફોટા જોવા જેવા છે

    તેમણે વિદ્યાનગરથી ફાઈન આર્ટ્સનો અભ્યાસ કર્યો છે અને આર્ટ ક્ષેત્રે ઘણાં વર્ષોથી કાર્યરત છે. કોઈપણ વસ્તુને કલાના માધ્યમથી શણગારવી તે એમનો શોખ છે. તેમણે અગાઉ આતાપી વંડરલેન્ડમાં પણ કામ કર્યું છે.

    MORE
    GALLERIES

  • 47

    Vadodara: કલાકાર રાજેશ તડવીએ શહેરનાં વૃક્ષોને દુલ્હનની જેમ શણગાર્યા, ફોટા જોવા જેવા છે

    રાજેશભાઈ તડવીએ જણાવ્યું હતું કે, એક દિવસ એક મહિલા આર્ટિસ્ટે ઝાડ પર વિવિધ કપડાં વીટાંબીને તેને કલાત્મક રીતે શણગાર્યું હતું. ત્યારથી મને વિચાર આવ્યો કે, ઝાડ પર સુંદર પેઈન્ટિંગ કરીને પણ તેને શણગારી શકાય છે. તાજેતરમાં સમા સ્પોટર્સ કોમ્પલેસ ખાતે રાજ્યકક્ષાની એક સ્પોર્ટ્સ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 57

    Vadodara: કલાકાર રાજેશ તડવીએ શહેરનાં વૃક્ષોને દુલ્હનની જેમ શણગાર્યા, ફોટા જોવા જેવા છે

    ત્યારે મેં સમા સ્પોર્ટ કોમ્પલેક્સના પરિસરમાં આવેલાં ઝાડ પર પેઈન્ટિંગ કર્યુ હતું. સિવાય જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવ્યાં હતાં, ત્યારે પણ મેં હરણી એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના ઝાડ પર કલાત્મક પેઈન્ટિંગ કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 67

    Vadodara: કલાકાર રાજેશ તડવીએ શહેરનાં વૃક્ષોને દુલ્હનની જેમ શણગાર્યા, ફોટા જોવા જેવા છે

    ઉપરાંત માંજલપુર દીપચેમ્બર સહિત વિવિધ સ્થળો પર 200થી વધુ ઝાડ પર પેઈન્ટિંગ્સ કર્યું છે. જેમાં મારા હેલ્પર મને મદદ કરે છે. પરંતુ કયા ઝાડની સાઈઝ પ્રમાણે કેવી રીતે ડિઝાઈન કરવી તે હું જ નક્કી કરું છું. ઝાડને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે હું વોટર કલરનો જ ઉપયોગ કરું છું. અત્યાર સુધી આ તમામ ઝાડને પેઈન્ટ કરવામાં અંદાજિત 50 હજાર લીટર કલર્સનો ઉપયોગ થયો છે. ઝાડને વધુ સુશોભિત કરવા તેનાં પર કચ્છીવર્ક, આભલાં કે અન્ય ડેકોરેશનનો ઉપયોગ કરું છું.

    MORE
    GALLERIES

  • 77

    Vadodara: કલાકાર રાજેશ તડવીએ શહેરનાં વૃક્ષોને દુલ્હનની જેમ શણગાર્યા, ફોટા જોવા જેવા છે

    દરેક ઝાડના થડની સપાટી સમતલ હોતી નથી. તેથી તેની સપાટી અનુરુપ ડિઝાઈન કરવી પડે છે. એક ઝાડ પર પેઈન્ટિંગ કરતાં અંદાજિત 5 થી 6 કલાકનો સમય લાગે છે. આપણું વડોદરા કલા નગરી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ભવિષ્યમાં જો મને તક મળે અને વડોદરા મહાનગરપાલિકા જો મારી આ પહેલમાં રસ દાખવી મને તક આપે તો શહેરના જાહેર સ્થળોથી લઈને તમામ ઝાડને મારે પેઈન્ટિંગના માધ્યમથી શણગારવાની ઈચ્છા ધરાવું છું.

    MORE
    GALLERIES