Nidhi Dave, Vadodara: રક્ષાબંધનનો (Rakshabandhan) પવિત્ર તહેવાર આવી રહ્યો છે. જેમાં બેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે. શુકનનો લાલ દોરો બાંધીને રક્ષાબંધનનો તહેવારઉજવવામાં આવે છે.ત્યારે માર્કેટમાં પણ નવી-નવી રાખડીઓનો ટ્રેન્ડ (New Trend in Rakhi) ચાલી રહ્યો છે.જેમાં વિવિધ પ્રકારની જેમ પર્યાવરણને હાની ન પહોંચે તે માટે ઈકો ફ્રેન્ડલી રાખડીઓ બજારમાં આવતી હોય છે.ત્યારે વડોદરામાં આ વર્ષેઇકો ફ્રેન્ડલી રાખડીઓ શહેરની એક મહિલા દ્વારા બનાવવામાં આવી છે.
હાલ વધતા જતા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે વડોદરા શહેરની મહિલાઓએ પોતાનું યોગદાન આપી રહી છે. શહેરની મહિલા રાગી પટેલ અને સવિતા રવિ દ્વારા ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. આ બંને મહિલાઓ પર્યાવરણને અનુકૂળ આવે તેવી બ્યુટી પ્રોડક્ટ બનાવે છે જેમાં ખાસ મધમાખીના પુડાનું શુદ્ધ મધ વાપરવામાં આવે છે. અને એમાંથી ખાસ ઇકો ફ્રેન્ડલી ગિફ્ટ હેમ્પર પણ બનાવવામાં આવેછે જે બહેનો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
આ ગિફ્ટ હેમ્પર ભાઈઓ પોતાના બજેટ પ્રમાણે બનાવડાવી શકે છે. આ ગિફ્ટ હેમ્પર રૂપિયા 499 થી શરૂ થતા હોય છે.જો રાખડીની વાત કરીએ ઇકો ફ્રેન્ડલી રાખડી કે જે વૃક્ષના બીજને કાપડમાં વીંટાળીને બનાવવામાં આવી છે. જેને ભાઈઓ રક્ષાબંધન બાદ રાખડીમાંથી બીજ કાઢીને પોતાના ઘરમાં વૃક્ષ વાવી શકે છે. તદુપરાંત રાશિઓવાળી રાખડીનો ટ્રેન્ડ આ વખતે વધુ છે.