Nidhi Dave, Vadodara: વડોદરા શહેરમાં ઘણી સામાજિક સંસ્થાઓ કાર્યરત છે. તથા સામાજિક સંસ્થાઓ દ્વારા તહેવારોને લઈને તથા સમાજને લઈને કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ખાસ કરીને બાળકોનો વિકાસ જેમાં સૌથી સારો થઈ શકતો હોય તથા બાળકો પોતાનો વિચારો રજૂ કરી શકતા હોય એવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં સ્ફિહા એનજીઓ દ્વારા વર્ષ 2006 થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય ડ્રોઈંગ અને પેન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.