Nidhi dave, Vadodara: દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી (75th Independence Celebrations) માટે વડોદરામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે નર્મદા જિલ્લામા આવેલા SOU ખાતે દેશનો સૌથી મોટો ધ્વજ લહેરાવવામાં આવશે.આ ધ્વજને વડોદરા ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવ્યો છે.આ ધ્વજ 14*21 ફૂટ લંબાઈ અને પોહોડાઈ ધરાવે છે.
વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ લિ.ની ( Vadodara District Khadi Gramudhyog Sahkari Sangh Ltd.) કોઠી રાવપુરા આઉટલેટ મોખરે છે. ખાદી ગ્રામોદ્યોગ ખાતે ત્રિરંગાની ખરીદી માટે રાજકીય નૈતાઓ, સરકારી ઓફિસરો તથા કર્મચારીઓ, કોર્પોરેટ ઓફિસનો સ્ટાફ, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વેપારીઓ અને દુકાનદારો સહિતના લોકોનો ભારે ધસારો છે.
વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ લિ.ની કોઠી - રાવપુરા આઉટલેટમાં 14 બાય 21 ફૂટનો રાષ્ટ્રીય ધ્વજ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વિશેષ ઓર્ડરથી તૈયાર કરવામાં આવ્યો. કેવિડયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 14*21 ફૂટનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાનો છે. આજ સુધીનો આ સૌથી મોટામાં મોટો ધ્વજ બનાવવામાં આવ્યો છે. આ ધ્વજ રૂપિયા 34,700 ખર્ચે બનાવવામાં આવ્યો છે.
આ વડોદરા શહેર માટે ખૂબ જ ગૌરવની વાત છે કે, કેવડિયા સ્થિત સરદાર ડેમ પર સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકવા જઈ રહ્યો જઇ રહ્યો છે, એ પણ વડોદરા શહેરના ખાદીગ્રામ ઉદ્યોગમાં બનાવવામાં આવ્યો છે. જેથી વડોદરા શહેર માટે આ ખૂબ જ ગૌરવની વાત છે. જેને પગલે શહેરના કારીગરો એ પોતાના દેશપ્રેમને રાષ્ટ્રધ્વજ થકી પ્રદાન કર્યું છે.