વડોદરા : શહેરમાં દિવાળીની રાતે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો, આંગચંપી અને તોડફોડના બનાવ બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. નજીવી બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ સ્થિતિ વણસી હતી. તોફાની તત્વોએ પોલીસની ટીમ પર પણ પેટ્રોલબંબ ફેંક્યા હતા. જે બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વણસેલી સ્થિતિને કાબૂમાં લઇ લીધી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ કરી રહી છે.
જોકે, આ અંગેની જાણ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. જેમા પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે. એસીપીના કાફલા પર પણ તોફાનીઓએ પેટ્રોલ બોમ ફેંકાયો હતો. હાલ આ મામલાની તપાસ હાથ ધરાઈ છે. પેટ્રેલ બોમ્બ કોણે બનાવ્યા અને ક્યાંથી આવ્યા તે અંગે લોકોના ઘરની તપાસ પણ થઇ રહી છે.