અંકિત ઘોનસિકર, વડોદરા : યોગી ડિવાઇન સોસાયટીના સ્થાપક અને સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના (sokhda Hariprasad Swami) વડા હરિપ્રસાદ સ્વામી વૈકુંઠનિવાસી થયા છે. સોખડામાં લાખોની સંખ્યામાં હરિભક્તો અને સત્સંગીઓ સ્વામીજીના અંતિમ દર્શને આવી રહ્યા છે. ગુરૂમહારાજના અંતિમ દર્શનની સાથે સૌ હરિભક્તોને હવે એક પ્રશ્ન છે કે તેમનું માર્દર્શન હવે પછી કોણ કરશે. (સ્વામી હરિપ્રસાદના દિવ્ય અંતિમ દર્શનની ખાસ તસવીર)
પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી (last darshan of Hariprasad Swamiji) મહારાજનાં અંતિમ દર્શન માટે લાખો ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે. સમાજના વિવિધ વર્ગના શ્રેષ્ઠીઓ પણ પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહનાં દર્શન કરીને શ્રધ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તા. 31 સુધી અંતિમ દર્શન ચાલુ રહેશે. તા. ૧ ઓગસ્ટે બપોરે 2.00 કલાકે હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અંત્યેષ્ટિ (last ritual) થશે.