પ્રણવ પટેલ, અમદાવાદઃ સોખડા હરિધામ (sokhada haridham) પરિષરમાં યોગી ડીવાઈન સોસાયટીના (Yogi Divine Society) પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીજીનો (Hari Prasad swami) પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલીન થયો છે. ત્યારે આજે રવિવારે તેમની વિદાયથી હજારો ભક્તો ચોધાર આંસુઓએ રડ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM rupani), નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલ (Dy CM nitin patel) અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હરિધામ સોખડા ખાતે યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના દર્શન કરી તેમના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરી હતી. મુખ્ય મંત્રી, નાયબ મુખ્યમંત્રી સ્વામીજીના અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી ગુરુવર્ય શ્રી હરિપ્રસાદ સ્વામીજીને શ્રધાંજલિ પાઠવતા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સ્વામીશ્રી સદેહે આપણી વચ્ચે નથી,પરંતુ તેઓ સદાય આપણી વચ્ચે જ છે.સ્વામીજીના આશીર્વાદ કાયમ માટે દેશ પર, ગુજરાત પર અને સહુ પર વરસતા રહેશે એવી શ્રધ્ધા તેમણે વ્યકત કરી હતી.સામાજિક સમરસતા જાળવવામાં પણ સ્વામીજી બહુ મોટું યોગદાન હતું
મુખ્યંત્રી રૂપાણી વધુમા જણાવ્યુ હતુ કે તેઓ હંમેશા કહેતા કે દાસ નો દાસ બનીને રહેવું.યુવાનો માટે તેઓ પ્રેરણામૂર્તિ સમાન હતા.સ્વામીજી આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો, સમાજ સેવાના કાર્યો આપણી વચ્ચે છે.તેમણે ચીંધેલા માર્ગે આપણે ચાલીશું તો તેમને સેવેલા સ્વપ્નો, આકાંક્ષાઓ ચોક્કસ પુરી કરીશું એ જ એમને સાચી શ્રધાંજલિ છે. ગુજરાત પર જ્યારે જ્યારે આફત આવી ત્યારે તેઓએ હંમેશા નાગરિકોની મદદ કરી હતી.
નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલેયોગી ડીવાઈન સોસાયટી હરિધામ-સોખડાના પરમાધ્યક્ષ, બ્રહ્મલીન પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના પવિત્ર દર્શન કરીને ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સ્વામીશ્રીના આશિષ અને અલૌકિક સ્મૃતિઓ ચિરસ્થાયી બની રહે એવી પરમાત્માના શ્રીચરણોમાં તેમણે પ્રાર્થના કરી હતી.