માંજલપુર સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલના બાળકોએ વનવિભાગની મુલાકાત લીધી હતી. જ્યાં વનવિભાગના અધિકારીઓ દ્વારા તેમને વન વિભાગની કામગીરી અંગેની વિસ્તૃત જાણકારી સાથે સમજ આપવામાં આવી હતી. આર. એફ. ઓ. કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે, સામાન્ય નાગરિકોએ પોતાની ફરજ માનીને અને માનવતા ખાતર ઘાયલ થયેલા પશુ-પક્ષીઓની જાણકારી તરત જ અમારા ટોલ ફ્રી નંબર પર કરવી જોઈએ, જેથી કરીને અમારી રેસ્ક્યુ ટીમ જે તે સ્થળે પહોંચી શકે. અમારી રેસ્ક્યુ ટીમ 24 કલાક કાર્યરત છે.