Nidhi dave, vadodara: એમ.એસ.યુનિવર્સિટીની (The Maharaja Sayajirao University) ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના (Fine Arts Faculty ) અધ્યાપક અને ચિત્રકાર ઈન્દ્રપ્રમિત રાયે બનાવેલાં 54 પેઈન્ટિંગ્સનું પ્રિ - વ્યુ શૉ આર્ક ફાઉન્ડેશન આર્ટ ગેલેરી ( Ark Foundation Art Gallery) ખાતે આગામી 3 દિવસ સુધી શહેરીજનો માટે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેને સવારના 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જોઈ શકો છો. આ તમામ પેઈન્ટિંગ્સ વોટર કલર (Water Color Painting) થી બનાવવામાં આવ્યા છે.
વડોદરા શહેર માટે આ એક ગૌરવની વાત કહેવાય કે વડોદરા શહેર ના ચિત્રકાર ની કલાને દિલ્હી ખાતે સ્થાન પ્રાપ્ત થયું છે. નોંધનીય છે કે, ઈન્દ્રપ્રમિત રૉયનું નામ ચિત્રકલા, કલા - અઘાપન, કલાલેખન અને ઇલસ્ટ્રેશન ક્ષેત્રે કલાજગતમાં સુખ્યાત છે. વર્ષ 1995 થી તેઓ ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
નાના- મોટા ફલક પર ‘ ઘરે - બાહિરે ’ વ્યાપેલા સૂનકારને જળરંગોમાં બખૂબી દર્શાવ્યો છે. કોરોનાની મહામારી, ઘરબંધીના પરિણામે વિશ્વ આખામાં વ્યાપેલી અફરાતા, ઘેરાતા સુનકર અને માનવ નિયતિ વિશે આ ચિત્રોમાં ચિત્રકારે બખૂબી આલેખ્યુ છે. જે વિશે આર્ટિસ્ટ ઈન્દ્રપ્રમિત રૉયે કહ્યું હતું કે, આ એક્ઝિબિશનને મેં 'સૉલિલેક્વિ' એટલે કે એકાલાપ શીર્ષક આપ્યું છે. તથા આ તમામ ચિત્ર 2020 થી 2022 વચ્ચે રચાયા છે. આ તમામ ચિત્રોની શરૂઆત ડાયરીથી કરવામાં આવી હતી. અને આ ચિત્રોને પ્રદર્શિત પણ એવી જ રીતે કરવામાં આવ્યા છે જાણે એક ડાયરીનો ભાગ હોય.
ચિત્રકાર ઈન્દ્રપ્રમિત રોયની વાત કરીએ તો તેમણે વિશ્વ ભારતી, શાંતિનિકેતન અને M.S.ની ફાઈન આર્ટ ફેકલ્ટીમાં અભ્યાસ કર્યો હતો. યુનિવર્સિટી ઓફ બરોડાએ રોયલ કોલેજ ઓફ આર્ટ, લંડનમાં ઇનલેક્સ સ્કોલરશીપ પર એમ.એ. ના ત્રણ દાયકાની લાંબી કારકિર્દીમાં ઈન્દ્રપ્રમીતે ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બહોળો દેખાવ કર્યો છે. તેમણે અત્યાર સુધીમાં 17 એકલ પ્રદર્શનો યોજ્યા છે અને અસંખ્ય જૂથ પ્રદર્શનોમાં ભાગ લીધો છે.
તેમણે બર્લિન, લંડન, ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, પાલો અલ્ટો, કૈરો, મકાઓ, સિડની, બેંગકોક, યાંગોન વગેરે જેવા મહત્વના આંતરરાષ્ટ્રીય સ્થળોએ પ્રદર્શન કર્યું છે. 2014 માં તેમણે નવા ટર્મિનલ - 2 માટે 25 X 12 ફૂટનું મોટું કામ કર્યું હતું. ઈન્દ્રપ્રમીતની અન્ય રુચિઓમાં કલા પર લેખન અને બાળકો માટે ચિત્રણનો સમાવેશ થાય છે. તેઓ 1995 થી બરોડાની એમ.એસ.યુ.ની તેમની અલ્મા મેટર ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં પેઇન્ટિંગ શીખવે છે.