1/ 4


વડોદરા પાદરા હાઇવે પર ટેન્કરે ટુવ્હીલરને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું છે. પાદરાનાં મહાકાળી મંદિરનાં પુજારી ટુવ્હીલર પર મંદિરેથી સાંગમાં તરફ જઇ રહ્યાં હતાં. પાદરા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ટેન્કર ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે.
2/ 4


આ મામલે મળતી માહિતી પ્રમાણે પાદરા-વડોદરા હાઇવે પર આજે સવારે પાદરામાં આવેલા મહાકાળી મંદિરનાં પૂજારીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. તેઓ એક્ટિવા પર મંદિરેથી સાંગમાં તરફ જઈ રહ્યા હતા ત્યાં જ પાછળથી ટેન્કરે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
3/ 4


આ ઘટનાની જાણ વાયુ વેગે ગામમાં પ્રસરતા લોકોનાં ટોળેટોળા ત્યાં આવી ગયા હતાં. આખા ગામમાં દુખની લાગણી પ્રસરી ગઇ છે.