Nidhi Dave, Vadodara: વડોદરાના નવલખી મેદાન ખાતે યોજાયેલા વીસીસીઆઈ એક્સ્પો પ્રદર્શનને ઉદ્યોગ જગતનો વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. વીસીસીઆઇ છેલ્લા 52 વર્ષથી વડોદરા અને મધ્ય ગુજરાતના ઔધોગિક વિકાસ સાથે વણાઈ ગયેલું સંગઠન છે. જે સકારાત્મક અને રચનાત્મક અભિગમ સાથે સદસ્ય ઉદ્યોગોની તકલીફો નિવારવાની સાથે સામાજિક જવાબદારીઓ પણ વિવિધ રીતે નિભાવે છે. માત્ર શહેર કે રાજ્ય નહિ પણ દેશના ઉદ્યોગ જગતમાં VCCI એ માનભરી નામના મેળવી છે.
ઉદ્યોગ જગતના અને શાસન પ્રશાસનના વિશ્વાસ અને સહયોગને લીધે વીસીસીઆઇ સમયાંતરે આ પ્રકારના મહા ઉદ્યોગ પ્રદર્શનો સફળ રીતે યોજી શક્યું છે. અમારા પ્રદર્શનો આ ક્ષેત્રમાં ટ્રેન્ડ સેન્ટર બન્યા છે. VCCI ના પગલે રાજ્યમાં માત્ર પ્રદર્શન નહિ ઉદ્યોગ વિકાસની ચર્ચા, નિદર્શન, સંવાદના વિવિધ આયામોને એક છત્રમાં સમાવી લેતા આ પ્રકારના મહા આયોજનો એક પરંપરા બની ગયા છે.