Home » photogallery » madhya-gujarat » Vadodara: હિમાલયના નુન પર્વત શિખર પર તિરંગો લહેરાવી આ મહિલાએ સ્વતંત્રતા પર્વની કરી ઉજવણી; અહી પહોંચવાનો છે લક્ષ્ય

Vadodara: હિમાલયના નુન પર્વત શિખર પર તિરંગો લહેરાવી આ મહિલાએ સ્વતંત્રતા પર્વની કરી ઉજવણી; અહી પહોંચવાનો છે લક્ષ્ય

નીશાકુમારીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 76માં સ્વતંત્રતા પર્વની (Independence day celebrations)અનોખી રીતે ઉજવણી કરી હતી.તેણીએ નુન પર્વત શિખર પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.

विज्ञापन

  • 15

    Vadodara: હિમાલયના નુન પર્વત શિખર પર તિરંગો લહેરાવી આ મહિલાએ સ્વતંત્રતા પર્વની કરી ઉજવણી; અહી પહોંચવાનો છે લક્ષ્ય

    Nidhi dave, Vadodara: શહેરની નીશાકુમારી (Nisha kumari) આમ તો શિક્ષણથી ગણિત શાસ્ત્રી છે. જો કે એને હિમાલયના (Himalayas) ઉત્તુંગ શિખરો, બરફના ઢગ અને જોખમી ચઢાઈનું ગણિત સમજવામાં ભારે રસ છે. નીશાકુમારીનેપર્વતારોહણ, સાયકલિંગ, વોકિંગ, રનીંગ અને વ્યાયામનો ઘણો શોખ ધરાવે છે. નીશાકુમારીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 76માં સ્વતંત્રતા પર્વની (Independence day celebrations)અનોખી રીતે ઉજવણી કરી હતી.તેણીએ નુન પર્વત શિખર પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.

    MORE
    GALLERIES

  • 25

    Vadodara: હિમાલયના નુન પર્વત શિખર પર તિરંગો લહેરાવી આ મહિલાએ સ્વતંત્રતા પર્વની કરી ઉજવણી; અહી પહોંચવાનો છે લક્ષ્ય

    નિશાએ 76માં સ્વતંત્રતા પર્વની ઉજવણીહિમાલયના લેહ લડાખ ક્ષેત્રના 6500 મીટર ઊંચા માઉન્ટ નુન શિખરને સર કરી ઉજવણી કરી હતી.નુન પર્વત શિખરની વાત કરીએ તો તે પર્વત પર બરફની સફેદ ચાદરથી ઢકાયેલો હતો પવનાના ઠંડા સૂસવાટા વચ્ચે તેણીએ ત્રિરંગો લહેરાવ્યો હતો અને શાનથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.પ્રધાનમંત્રીએ આ વખતે હર ઘર તિરંગાનો નારો આપ્યો હતો. વડોદરાની આ દીકરીએ હિમાલયના શિખર પર તિરંગાનો એક નવો આયામ તેમાં ઉમેર્યો છે.

    MORE
    GALLERIES

  • 35

    Vadodara: હિમાલયના નુન પર્વત શિખર પર તિરંગો લહેરાવી આ મહિલાએ સ્વતંત્રતા પર્વની કરી ઉજવણી; અહી પહોંચવાનો છે લક્ષ્ય

    તેનું ધ્યેય માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું છે જેના માટે તે છેલ્લા 5 વર્ષથી મહેનત કરી રહી છે. એવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર જેટલી છે. નુન પર્વત તેના નાના ભાઈ જેવો છે જેને સર કરીને નિશાએ વિશ્વના સૌથી ઉંચા શિખરને સર કરવા તરફ પહેલું ડગલું માંડ્યું છે.

    MORE
    GALLERIES

  • 45

    Vadodara: હિમાલયના નુન પર્વત શિખર પર તિરંગો લહેરાવી આ મહિલાએ સ્વતંત્રતા પર્વની કરી ઉજવણી; અહી પહોંચવાનો છે લક્ષ્ય

    નિશાના પ્રોત્સાહક નિલેશ બારોટે જણાવ્યું કે, પર્વતારોહણ ખૂબ ખર્ચાળ ઝનૂન છે. જો કે ઉપરોક્ત આરોહણ માટે આ દીકરીને ગૌરા બ્લોકચેઈન નામક કંપનીએ રૂ. 2 લાખની મદદ કરીને આર્થિક તાકાત પૂરી પાડી છે. નિશા આ કંપનીનો દિલથી આભાર માને છે. વડોદરામાંથી ભાગ્યે જ કોઈ પર્વતારોહકે આ શિખર સર કર્યું છે.

    MORE
    GALLERIES

  • 55

    Vadodara: હિમાલયના નુન પર્વત શિખર પર તિરંગો લહેરાવી આ મહિલાએ સ્વતંત્રતા પર્વની કરી ઉજવણી; અહી પહોંચવાનો છે લક્ષ્ય

    હવે તે એવરેસ્ટની તૈયારીના ભાગરૂપે મનાલીથી ઉમલિંગલાપાસની અંદાજે 550 કિલોમીટરની અઘરી અને જોખમી સાયકલ યાત્રા તા. 18 મી ઓગષ્ટ થી શરૂ કરવા માટે તત્પર છે. અગાઉ તે મનાલીથી ખારદુંગ્લા પાસ સુધીની સફળ સાયકલ યાત્રા કરી ચૂકી છે. આ યાત્રા તે વડાપ્રધાનના ફીટ ઇન્ડિયા અભિયાન, આઝાદી કા અમૃત પર્વ અને ભારત કે વીર જવાન અભિયાનને વેગ આપવા માટે કરવાની છે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. જો કે નિશા હિમાલય નો બરફ ખૂંદી, માઇનસ તાપમાનનો મુકાબલો કરીને એવરેસ્ટ આરોહણ તરફ આગળ વધી રહી છે. નીશાકુમારી હિમાલય પર્વત સર કરે તેવી ન્યૂઝ 18 લોકલ ટીમ તેઓને શુભેચ્છા પાઠવે છે.

    MORE
    GALLERIES