Home » photogallery » madhya-gujarat » Vadodara: નેશનલ ગેમ્સમાં મલખંભને મળ્યું સ્થાન; 36મી ગેમ્સમાં ગુજરાતના આ ખેલાડિયો થયા સીલેક્ટ

Vadodara: નેશનલ ગેમ્સમાં મલખંભને મળ્યું સ્થાન; 36મી ગેમ્સમાં ગુજરાતના આ ખેલાડિયો થયા સીલેક્ટ

ગુજરાતમાં રમાનારી 36મી ગેમ્સમાં પહેલીવાર તેની સ્પર્ધા થશે જેના માટે ગુજરાતની ટીમની પસંદગી પણ વડોદરામાં થઈ છે.મલખંભનો નેશનલ ગેમ્સમાં પ્રથમ વખત સમાવેશ કરાયો છે.

विज्ञापन

  • 15

    Vadodara: નેશનલ ગેમ્સમાં મલખંભને મળ્યું સ્થાન; 36મી ગેમ્સમાં ગુજરાતના આ ખેલાડિયો થયા સીલેક્ટ

    Nidhi Dave, Vadodara: મલ એટલે કુસ્તી અને ખંભ એટલે થાંભલો - સ્તંભ. આ રમતમાં એક સીધા ખોડેલા થાંભલા પર કુસ્તીને મળતાં આવતા અંગ કસરતના દાવપેચ અને યોગિક મુદ્રાઓ ખૂબ કુશળતા સાથે કરવામાં આવે છે. કદાચ એના લીધે આ રમતને મલખંભ જેવું વિશિષ્ઠ નામ મળ્યું હશે. અખાડાઓમાં રમાતી આ એક પ્રાચીન અને લગભગ ભારતીય રમત છે જેના અન્ય એક પ્રકારમાં લટકતા મજબૂત દોરડા પર આ કવાયતો કરવામાં આવે છે જે રોપ મલખંભ તરીકે ઓળખાય છે.

    MORE
    GALLERIES

  • 25

    Vadodara: નેશનલ ગેમ્સમાં મલખંભને મળ્યું સ્થાન; 36મી ગેમ્સમાં ગુજરાતના આ ખેલાડિયો થયા સીલેક્ટ

    વડોદરાના ચોકસી પરિવારની જે આ અનોખી રમતનો સમર્પિત સાધક છે. ગૌરવની વાત એ છે કે વડોદરાની વ્યાયામ શાળાઓએ આ રમતના વારસાને જીવંત રાખવાની સાથે ઉત્તમ ખેલાડીઓનું ઘડતર કર્યું છે. આ સંસ્થાઓ અને ચોકસી પરિવારના અથાક પ્રયત્નોથી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રોત્સાહનથી હવે આ રમતનો નેશનલ ગેમ્સમાં સમાવેશ થયો છે અને ગુજરાતમાં રમાનારી 36મી ગેમ્સમાં પહેલીવાર તેની સ્પર્ધા થશે જેના માટે ગુજરાતની ટીમની પસંદગી પણ વડોદરામાં થઈ છે.

    MORE
    GALLERIES

  • 35

    Vadodara: નેશનલ ગેમ્સમાં મલખંભને મળ્યું સ્થાન; 36મી ગેમ્સમાં ગુજરાતના આ ખેલાડિયો થયા સીલેક્ટ

    આ રમત ક્યારેક રજવાડાઓની રમત ગણાતી હતી એવી લાગણી વ્યક્ત કરતા ગુજરાત મલખંભ એસોસિએશનના સચિવ રાહુલ ચોકસીએ જણાવ્યું કે, વડોદરાના ખેલ વારસા પ્રત્યે આદર ધરાવતા વડાપ્રધાન એ અગાઉ રાષ્ટ્રીય શાળાકીય રમતોમાં તેના સમાવેશ પછી હવે નેશનલ ગેમ્સમાં તેનો સમાવેશ કરતાં ખેલાડીઓ અને ખેલ પ્રેમી પરિવારોમાં ખૂબ આનંદ પ્રસર્યો છે અને અમે હૃદયપૂર્વક તેમનો આભાર માનીએ છે. ચોકસી પરિવાર હાલમાં નેશનલ ગેમ્સ માટે પસંદ થયેલી ગુજરાત ટીમને સઘન તાલીમ આપી રહ્યો. આ ટીમ લગભગ આખી વડોદરાના ખેલાડીઓની બનેલી છે એ નોંધ લેવા જેવી બાબત છે.

    MORE
    GALLERIES

  • 45

    Vadodara: નેશનલ ગેમ્સમાં મલખંભને મળ્યું સ્થાન; 36મી ગેમ્સમાં ગુજરાતના આ ખેલાડિયો થયા સીલેક્ટ

    રાહુલ ચોકસી બચપણમાં તેમના પિતા કનૈયાલાલ સાથે જુમ્માદાદા વ્યાયામ શાળામાં જતાં અને ત્યારથી જ આ રમતના પ્રેમમાં પડ્યા.આજે  જૈફ વયે પણ તેઓ આ રમત એટલી જ કુશળતાથી રમી શકે છે. એમના પત્ની સંગીતા છેલ્લા 17 વર્ષથી આ રમતની રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રેફરી તરીકે સેવાઓ આપી રહ્યાં છે અને રાજ્યની મહિલા ટીમના મેનેજર છે. એમનો મોટો પુત્ર જીગર બહુરાષ્ટ્રીય કંપનીમાં હિસાબનીશ છે

    MORE
    GALLERIES

  • 55

    Vadodara: નેશનલ ગેમ્સમાં મલખંભને મળ્યું સ્થાન; 36મી ગેમ્સમાં ગુજરાતના આ ખેલાડિયો થયા સીલેક્ટ

     અને નાનો પુત્ર ઇજનેર, જે બંને આ રમતના નિપુણ ખેલાડીઓ છે. મોટો પુત્ર પાંચ વાર રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક વિજેતા છે અને આ રમતમાં પણ પદકો જીત્યા છે. નાના પુત્રે પણ આ રમતમાં પદકો જીત્યા છે. આ રમત આ પરિવાર માટે પારિવારિક પરંપરા બની ગઈ છે.મલખંભ એવી રમત છે જેના પર વડોદરા અને તેની વ્યાયામ શાળાઓની છાપ અંકિત થયેલી છે. આ રમતને સાચવવા અને આગળ વધારવાની ચોકસી પરિવારની જહેમત અને રમત નિષ્ઠા અભિનંદનને યોગ્ય છે.

    MORE
    GALLERIES