સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન છે તેવા સંજોગોમાં લોકોને ઘરમાં બેઠા બેઠા અકળામણ થઈ રહી છે. ખાસ કરીને બાળકોને બાગ-બગીચામાં રમવા જઈ શકતા નથી ત્યારે આવી પરિસ્થિતિમાં વડોદરાના ભાયલીમાં આવેલ સ્કાય સોસાયટીના એક અગ્રણીએ એક નવો અને સર્જનાત્મક માર્ગ શોધી કાઢ્યો છે. એ પણ સરકારનો એક પણ નિયમ-માર્ગદર્શિકા તોડ્યા વગર! (ફરિદ ખાન, વડોદરા)