વડોદરા: 8 જૂને આત્મવિવાહ (Self married) કરનારી ક્ષમા બિંદુએ (Kshama Bindu) પીઠીથી લઈને તમામ રિવાજો સાથે લગ્ન કર્યા હતા. ક્ષમાએ લગ્ન વિધિ દરમિયાન સેંથામાં સિંદૂર પણ પૂર્યું અને પોતે જ પોતાને મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું. ક્ષમા બિંદુએ લગ્નની ચર્ચા કરતા ઘણાં અલગ-અલગ મત સોશિયલ મીડિયા પર આવવાના શરુ થઈ ગયા હતા. પરંતુ તેના લગ્નમાં તેની ફ્રેન્ડ્સ કેટલી ખુશ હતી તે એકદમ સાફ દેખાઈ રહ્યું હતું. આ તમામ ચર્ચાઓ વચ્ચે ક્ષમા સોલો હનીમૂન (kshama on solo honeymoon) માટે ગોવા જવાનું વિચારી રહી છે.
હનીમૂન માટે ગોવા જશે ક્ષમા : બિંદુએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “કોઇ પણ દુલ્હનની જેમ હું મારા હનીમૂન માટે ખૂબ ઉત્સિત છું. હું 7 ઓગસ્ટે ગોવા જવા રવાના થઇશ અને ત્યાંની મારી તમામ ખાસ પળો મારા મોબાઇલ ફોન પર રેકોર્ડ કરીશ.” ક્ષમા 10 ઓગસ્ટે તેનો જન્મદિવસ પણ ઉજવશે, તેણે તેના પ્રવાસ માટે પહેલાથી જ પ્લાનિંગ કરી લીધું છે અને તેણે ક્યાં જવું તે તમામ સ્થળોનું લીસ્ટ પણ તૈયાર કરી ચૂકી છે.
બિંદુએ જણાવ્યું કે, “હું વાઇબ્રન્ટ અરમ્બોલ બીચ પર વધુ સમય વિતાવીશ, જ્યાં હું બિકીની પહેરી શકીશ. બીચ પર ઘણી પાર્ટીઝ અને ઇવેન્ટ્સ હોય છે અને તે ગોવામાં મારા મનપસંદ ડ્રીમ ડેસ્ટિનેશનમાંનું એક છે.” તેણીએ ઉમેર્યું કે, “જ્યારે હું હનીમૂન પર હોંઉ ત્યારે લોકોને ખબર પડશે કે હું પરિણીત છું અને તેઓ મારા પતિ વિશે પૂછશે. ત્યારે મને એક તક મળશે કે હું તેમને સોલોગોમી વિશે અને શા માટે મેં પોતાની સાથે લગ્ન કર્યા તે સમજાવી શકીશ.” બિંદુ 3 મહિનાથી પોતાના લગ્ન જીવનનો એકલા જ આનંદ માણી રહી છે.