Nidhi dave,vadodara : રમત ગમતને વેગ (To Promote sports) આપવા ગુજરાત સરકારે (State Government) 1970માં વડોદરામાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની (the district sports Training centre in Vadodara) સ્થાપના કરી. 52 વર્ષમાં 16 સિનિયર કોચે આ કેન્દ્રનું નેતૃત્વ કર્યું જે તમામ પુરુષો હતાં. આમેય વર્ષો સુધી રમતને મેલ ડોમીનેટેડ ફિલ્ડ (Male Dominated Field) ગણવામાં આવ્યું અને ખાસ કરીને કોચ તો પુરુષ જ હોય એવી એક માન્યતા ઘર કરી ગઈ હતી. જો કે આજે આ કેન્દ્રમાં વિવિધ રમતોના જે 16 કવોલિફાઈડ કોચિસ્ પ્રશિક્ષણ આપી રહ્યાં છે તેમાં પણ 7 મહિલાઓ છે.
2022 માં વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રને પહેલીવાર મહિલા સુકાની કૃષ્ણા પંડ્યા મળ્યા છે જે હાલમાં જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે રમત તાલીમની અને સ્પર્ધાઓના આયોજનની જવાબદારી ઉઠાવી રહ્યાં છે. જોગાનુજોગ આ વર્ષે ગુજરાત 36 મી નેશનલ ગેમ્સ યોજી રહ્યું છે. જેની ચાર રમતો વડોદરામાં રમાવાની છે. તેના આયોજનનો એક મોટો પડકાર આ મહિલા સ્વિમિંગ કોચે ઉઠાવવાનો છે અને તેઓ તેના માટે આત્મ બળથી સુસજ્જ છે.કૃષ્ણા પંડ્યાને નેતૃત્વ અંગે પૂછવામાં આવતા તેઓ એ જણાવ્યું હતું કે તેઓ ને મળેલીવડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના 17મા સુકાનીની જવાબદારીથી ખુબજપ્રોત્સાહિત છેઅને રમતના વિકાસ અને ખેલાડીઓના ઘડતરમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે સંકલ્પ બધ્ધ છે.સ્વિમિંગ એટલે કે તરણના આ વેલ કવોલીફાઇડ કોચના પહેલા ગુરુ અથવા ગુરુ દ્રોણ એમના પિતા સુભાષ પંડ્યા હતા જેમણે એમને તરતા શીખવ્યું અને સ્વિમર તરીકે એમનું ઘડતર કર્યું.
એક તરણ વીરાંગના તરીકે કૃષ્ણાએ 12 રાષ્ટ્રીય તરણ સ્પર્ધાઓ માં ભાગ લીધો, 4 ટ્રાયથલોન અને 8 ઓપન વોટર સ્વિમિંગ એટલે કે દરિયા કે નદી તરણ સ્પર્ધાઓમાં ભાગ લીધો જે તમામ માન્ય ફેડરેશન દ્વારા યોજવામાં આવી હતી. તરણના નીવડેલા ખેલાડી તરીકે એમને એન.આઇ.એસ. પટિયાલાના ડિપ્લોમા ઈન સ્પોર્ટ્સ કોચિંગમાં પ્રવેશ મળ્યો.તે પછી એ જ સંસ્થામાં તેમણે માસ્ટર ઈન સ્પોર્ટ્સ સાયન્સ ની અનુસ્નાતક પદવી મેળવી.આ સિદ્ધિ મેળવનારા તેઓ ગુજરાતના પ્રથમ મહિલા પણ છે.
છેલ્લા 6 વર્ષથી તેઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કવોલિફાઇડ ડિસ્ટ્રિક સ્વિમિંગ કોચ તરીકે તરણવીરોનું ઘડતર કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ વડોદરાની જ રિદ્ધિ કદમ ટ્રાયથલોનની ઇન્ટર નેશનલ પ્લેયર બની છે. આ એવી રમત છે જેમાં સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગ, આ ત્રણ ખેલોમાં પ્રવિણતા કેળવો ત્યારે તમે રમતવીર તરીકે સ્વીકૃત બનો છે.આ ઉપરાંત કૃષ્ણા એ તેમના કોચિંગ હેઠળ 17 રાષ્ટ્રીય પદક મેળવનારા અને 85 રાજ્ય પદક મેળવનારા તરણ ખેલાડીઓનું ઘડતર કર્યું છે જે તેમની ખેલ ક્ષેત્રમાં નેતૃત્વની ઉજળી ક્ષમતા પુરવાર કરે છે.
તેઓ કહે છે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વિવિધ ખેલ પ્રોત્સાહક યોજનાઓ ગુજરાતમાં શ્રેષ્ઠ ખેલાડીઓના ઘડતરમાં નિર્ણાયક યોગદાન આપી રહી છે.તેની સાથે એસ.એ.જી.રમતોની તાલીમ અને પ્રબંધનની જવાબદારી વિવિધ રમતોના પૂર્વ ખેલાડી અને કવોલીફાઈડ કોચિસને સોંપી રહી છે. જેના લીધે ખૂબ સારા પરિણામો મળી રહ્યાં છે અને અભૂતપૂર્વ ખેલ પ્રોત્સાહક પર્યાવરણ રાજ્યમાં રચાયું છે. મહિલા નેતૃત્વ દિવસે સ્પોર્ટ્સ કોચિંગમાં સુકાની બનેલા કૃષ્ણા પંડ્યા અને તેમની ટીમને યશસ્વી સફળતાની શુભકામનાઓ.