વડોદરાઃછેલ્લા એક મહિનાથી વડોદરા જેવલર્સ એસોશીએશન ઘ્વારા એકસાઇઝ ડયુટીનાં વિરોઘમાં આંદોલન કરી રહ્યા છે વિવિઘ કાર્યક્રમો બાદ આજે જેવલર્સ એસોશીએસન ઘ્વારા રેષકોર્ષ ચકલી સર્કલ પાસે ચક્કાજામનો કાર્યક્રમ રાખ્યો હતો પરંતું જેવલર્સ ચકલી સર્કલ પોંહચ્યા બાદ ચક્કાજામ કરે તે પેહલાજ પોલીસે 50 થી વઘુ જેવલર્સોની અટકાયત કરી પોલીસ વાંન બેસાડી તેમને પોલીસ હેડ કવોટર્સ લઇ જવામા આવ્યા હતા
ગઇકાલથી જ જેવલર્સ એસોશીએસન ઘ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવાની બાતમી પોલીસને પણ મળી ગઇ હતી હાલ ચારથી વઘુ વ્યકતિઓ એકત્રિત કરવા અંગેનું જાહેરનામા નો અમલ છે.. ત્યારે જેવલર્સો ચકલી સર્કલ પાસે મોટી સંખ્યામાં એકત્રિત થાય તે પેહલાજ પોલીસે જાહેરનામાંનાં ભંગ બદલ અટકાયત કરી ચક્કાજામનો કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો