Nidhi Dave, Vadodara: ભારતીય વાયુસેનાએ એક નવું અભિયાન હાથ ધર્યું છે, જેમાં ખાસ કરીને વાયુસેના શું કાર્ય કરી રહી છે ? અને વાયુ સેનામાં જોડાવા માટે કેટલી તક ઉપલબ્ધ છે ? એ તમામ વસ્તુની જાણકારી લોકો સુધી પહોંચે એ માટે એક અભિયાન હાથ ધર્યું છે. આખા ભારતમાં આ અભિયાન કાર્યરત છે જેમાં બે બસ ખાસ તૈયાર કરવામાં આવી છે. જેમાં બસની અંદર તમામ પ્રકારની જાણકારી મેળવી શકાય એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
જ્યાં સશસ્ત્ર દળોમાં રોજગારની તકો અંગે જાગૃતિ લાવવા માટે, વિદ્યાર્થીઓને બસની અંદર IPEV (ઇન્ડક્શન પબ્લિસિટી એક્ઝિબિશન વ્હીકલ) ફ્લાઇટ સિમ્યુલેટર બતાવવામાં આવ્યું છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના સિનિયર કો-ઓર્ડીનેટર જયશ્રી ખત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, અમે ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કર્યું, ગ્રુપ કેપ્ટન જોષીએ એક સત્ર લીધું અને વિદ્યાર્થીઓને IAF માં કારકિર્દીની સંભાવનાઓ વિશે માહિતી આપી. વધુમાં, વિંગ કમાન્ડર દિપિને પણ વિદ્યાર્થીઓ સાથે IAFની કારકિર્દીની પસંદગીઓ વિશે ટૂંકી વાત કરી હતી.
વિદ્યાર્થીઓએ પણ એરક્રાફ્ટ સિમ્યુલેશન અનુભવનો આનંદ માણ્યો અને IPEV ની શોધ કરતી વખતે સમજ મેળવી. આ અભિયાનમાં ભારતીય વાયુસેના જ શાળાની પસંદગી કરતું હોય છે, જેમાં ધોરણ નવ થી 12 ના વિદ્યાર્થીઓએ આ તકનો લાભ લીધો અને કારકિર્દી વિશેની માહિતી પ્રાપ્ત કરી. બસની મુલાકાત કરાવી અને લેક્ચરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આવું ભારતમાં પ્રથમ વખત અભિયાન ચાલી રહ્યું છે. લોકોની વિચારશક્તિ એટલી જ હોય છે કે ભારતીય વાયુસેનામાં એરક્રાફ્ટના પાયલોટ બનવું. પરંતુ એટલું જ નથી હોતું, બીજી અનેક પ્રકારની રોજગારી ભારતીય વાયુસેનામાં પ્રાપ્ત થતી હોય છે. એ વિશે વિદ્યાર્થીઓને પૂર્તિ માહિતી આપી. વિદ્યાર્થીઓએ ભારતીય સંરક્ષણ પ્રણાલીના ગૌરવ અને ગૌરવની સેવા કરવા માટે તેમના મનને સ્થિર કરવા, વિદ્યાર્થીઓએ ફાઇટર કમિશન, મિકેનિકલ, ટેકનિકલ અને નોન-ટેક્નિકલ ક્ષેત્રો દ્વારા વિવિધ માર્ગો વિશે જાણ્યું હતું.