સ્ટેચ્યુ ઓફ યુનિટીનર લઈને આતંકી હુમલાને લઈને srpની નર્મદા બટાલીયન અને નર્મદા પોલીસ કોઈ પણ પડકારનો સામનો કરવા સજ્જ કરી દેવામાં આવી છે. srp નર્મદા બટાલિયનનાં એડયૂજન્ટ ( dysp ) ચિરાગ પટેલે જણાવ્યું કે, srp કેવડિયા અને નર્મદા પોલીસ અને ગોંડલ srpની 1 બટાલિયન ડેમ વિસ્તાર અને યુનિટી પર સુરક્ષા માટે એલર્ટ છે. ડિસેમ્બર 2012 થી srp કેવડિયા ગ્રુપની સ્થાપના ડેમ સંલગ્ન વિસ્તારની સુરક્ષા ઉભી કરાઈ છે, અને ઓકટોમ્બર 2018 બાદ યુનિટીની સુરક્ષા પણ srp કેવડિયા અને નર્મદા પોલીસને આધીન કરાઈ છે. 1000 જવાનો ખડેપગે છે. જો કે, પુલવામાં હુમલા બાદ તુરંત જ એક્શનમાં આવીને સુરક્ષા મજબૂત કરાઈ છે.