ડભોઇમાં ભારે વરસાદને પગલે ઢાઢર નદીમાં (Dhadhar River) ઘોડાપૂર આવ્યું છે. જેને લઈને અનેક ગામોમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે. ઢાઢર નદી ગાંડીતુર બનતા આસપાસના 7 ગામો જેમ કે દંગીવાડા,પ્રયાગપુરા, કરાલી પુરા, નારણપુરા, વિરપુરા,બંબોજ,ગોવિંદપુરામાં ઢાઢર નદીનું પાણી ઘુસી જતા તમામ સાત ગામો સંપર્ક વિહોણા બન્યા છે.આ સાત ગામોમાં પાણી ભરાઈ જવાના કારણે શહેરથી સંપર્ક કપાઈ જતા ગામમાં રહેતા લોકો અટવાયા છે.પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું તો બીજી તરફ અત્યાર સુધી તંત્ર દ્વારા પણ કોઈ પણ પ્રકારની મદદ આપવામાં આવી નથી.ગામમાં રહેતા લોકો મેડિકલ ફેસિલિટીથી પણ વંચિત છે. આ તમામ સાત ગામો માં અનેક ગર્ભવતી મહિલાઓ છેે.અનેક વૃદ્ધ અને જવાન લોકો જેઓ હાલ બીમાર છે તેઓને પણ મેડિકલ ફસિલિટી ન મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ગ્રામજનો હાલ તંત્રની મદદ મળે તેની રાહ જોઈને બેઠા છે.ઢાઢર નદી બે કાંઠે થતા ગામમાં અને રોડ રસ્તાઓ પર છાતી સમા પાણી ભરાઈ ગયા છે.જેના કારણે ગામમાં કોઈ વાહણ જઈ શકતું નથી કે કોઈ બહાર પણ નિકળી શકતું નથી.ત્યારે ગ્રામ જનો તંત્ર પર ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે કે આ પ્રકારના વરસાદ અંગે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ચેતવણી આપવામાં ન આવતા આજે ગ્રામજનો પાણીમાં અટવાયા છે.આ પરિસ્થિતિના મુખ્ય સુત્રધાર તંત્રને ગણાવી રહ્યા છે.સાથ સાથે તાત્કાલિક ધોરણે તંત્ર આ સમસ્યાથી તેઓને બહાર કાઠે તેવી માંગ પણ કરી રહ્યા છે.
ઢાઢર નદીનું પાણી ખેતરોમાં ફરી વડતા ખેડૂતે ઉગાડેલો પાક નિષ્ફળ જવાની સંભાવના ઉભી થઈ છે.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેતરોમાં કરેલી વાવણીમાં નદીનું પાણી ઘુસી જતા હવે તેઓએ કરેલી મહેનત આડે જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે.બીજી તરફ વડોદરા શહેરમાં પણ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા.શહેરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડતા શહેરમાં આવેલી વિશ્વામિત્રી નદીનાજળસ્તરમાં પણ વધારો થયો છે.જો સતત વરસાદ પડશે તો શહેરમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી સંભાવના રહેલી છે.
વિશ્વામિત્રી નદીની સપાટીમાં 6 કલાકમાં દોઢ ફુટ જેટલો આશ્ચર્યજનક વધારો નોંધાયો છે. વરસાદના લીધે શહેરના નીચાણવાળા વિસ્તારમા કેટલાક સ્થળોએ પાણી ભરાયા છે. જેમાં કારેલીબાગ, નવાબજાર રોકડનાથ લહેરીપુરા, રેલવે સ્ટેશન ગરનાળા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.આજરોજ વડોદરા શહેરમાં લઘુતમ તાપમાન 26 ડિગ્રી તથા મહતમ તાપમાન 30 ડિગ્રી નોંધાયેલ છે. જેમાં ભેજનું પ્રમાણ 86% તથા હવાની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાયેલ છે. જેમાં આજ રોજ વરસાદ વરસવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. જેથી કરીને શહેરીજનો એ કામપુરતું જ બહાર નીકળવું.