Nidhi Dave, Vadodara: વડોદરા શહેર એ કલાનગરી છે. જ્યાં ઉત્સવોમાં પણ કલાનો સમન્વય થતો હોય છે. શહેરના કલાકારો પોતાની કલા દ્વારા પોતાની ભક્તિને પ્રદર્શિત કરે છે. એમાં ગણેશ ઉત્સવ નિમિતે વડોદરા શહેરના નામાંકિત કેલિગ્રાફર એટલે સુલેખનકારના પેઇન્ટિંગ પ્રદર્શનાથે મુકાયા છે. શહેરીજનો જેતલપુર સ્થિત પી.એન.ગાડગિલ એન્ડ આર્ટ ગેલેરી ખાતે સવારના 11:00 થી સાંજના 8:00 સુધી નિહાળી શકે છે.
કેલિગ્રાફર ઘનશ્યામ એરંડે છેલ્લા 35 વર્ષથી કેલિગ્રાફીના ક્ષેત્રમાં કાર્યરત છે. જેમને ખાસ ગણેશજીના વિવિધ સ્વરૂપોને કેલિગ્રાફી દ્વારા પ્રદર્શિત કર્યા છે. આ વર્ષે ખાસ ગણેશોત્સવની ઉજવણી અલગ પદ્ધતિથી કરવાનું એમને નક્કી કર્યુ અને ખાસ બ્રશ સ્ટ્રોકના માધ્યમથી ગણપતિ દાદાના વિવિધ રૂપો પ્રદર્શિત કર્યા છે. ફક્ત 15 દિવસમાં લગભગ 50 જેટલી કલાકૃતિઓ તૈયાર થઈને "ગણપતી બાપ્પા મોરયા" ના નામથી કલાકૃતિ પ્રદર્શિત કરી છે.
ઘનશ્યામ એરંડે "અક્ષર સંસ્કાર" નામની એકેડમી પણ ચલાવે છે, જે આપણાં ભારતના જાણીતા કેલિગ્રાફર અચ્યુત પાલવની " અચ્યુત પાલવ સ્કૂલ ઑફ કેલિગ્રાફી, મુંબઈ " થી સંકળાયેલી છે. જેમને પોતાનું હસ્તાક્ષર સુધારવું છે એવા દરેક ને તેઓ માર્ગદર્શન આપે છે. ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓને. અત્યાર સુધી વડોદરાની ધણી બધી સ્કૂલમાં એમનાં વર્કશોપ થતા હોય છે.
અત્યારસુધી એમને ઘણાબધા બુક કવરના, ટીવી સિરિયલો, સ્ટેજ શો, નાટકો, ફિલ્મો વગેરે માટે પણ ટાઇટલ બનાવ્યા. મરાઠી ફિલ્મ " અનુમતિ " માટે શ્રેષ્ઠ ટાઇટલ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આવનારા નવેમ્બર મહિનામાં સુરત ખાતે કેલીફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદેશથી પણ લોકો આવતા હોય છે અને પોતાના કામને પ્રદર્શિત કરશે. આ એક અઠવાડિયાનો પોગ્રામ રાખવામાં આવશે.