Home » photogallery » madhya-gujarat » Vadodara: શું તમે જાણો છો બાબા સાહેબ આંબેડકર વડોદરામાં ક્યા રોકાયા હતા? કેમ આવ્યા હતા અહીં? 

Vadodara: શું તમે જાણો છો બાબા સાહેબ આંબેડકર વડોદરામાં ક્યા રોકાયા હતા? કેમ આવ્યા હતા અહીં? 

ભારતના સંવિધાનના રચયીતા તરીકે ઓળખે છે. સાથે દેશનો દલિત સમાજ તેમને એક પાઠ ચિંતક તરીકે પૂજે છે. પરંતુ બાબા સાહેબને બાબા સાહેબ બનાવવા જે પરિસ્થિતિઓ કે સંજોગો એ ભૂમિકા અહમ રોલ છે. તારીખી ઇતિહાસ મુજબ ડો. આંબેડકર બે વાર વડોદરા આવ્યા હોવાનું દર્શાવે છે. 

विज्ञापन

  • 19

    Vadodara: શું તમે જાણો છો બાબા સાહેબ આંબેડકર વડોદરામાં ક્યા રોકાયા હતા? કેમ આવ્યા હતા અહીં? 

    Nidhi Dave, Vadodara: બાબા સાહેબ આંબેડકરને આખું વિશ્વ ભારતના સંવિધાનના રચયીતા તરીકે ઓળખે છે. સાથે દેશનો દલિત સમાજ તેમને એક પાઠ ચિંતક તરીકે પૂજે છે. પરંતુ બાબા સાહેબને બાબા સાહેબ બનાવવા જે પરિસ્થિતિઓ કે સંજોગો એ ભૂમિકા નિભાવી તેમાં વડોદરાનો શહેરનો અહમ રોલ છે. તારીખી ઇતિહાસ મુજબ ડો. આંબેડકર બે વાર વડોદરા આવ્યા હોવાનું દર્શાવે છે.

    MORE
    GALLERIES

  • 29

    Vadodara: શું તમે જાણો છો બાબા સાહેબ આંબેડકર વડોદરામાં ક્યા રોકાયા હતા? કેમ આવ્યા હતા અહીં? 

    બાબા સાહેબે જયારે 1907 માં 16 વર્ષની વયે મેટ્રિક પાસ કર્યું અને આગળ ભણવાની તેમની ઈચ્છામાં તેમની પાતળી આર્થિક સ્થિતિ અડચણ બની ત્યારે તેમની પ્રતિભા જોઈને વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે તેમને સ્કોલરશીપ આપી કોલબિયાં યુનિવર્સિટીમાં ભણવા મોકલ્યા. સાથે એક કરાર નામું પણ લખાવ્યું કે, જયારે તે ભણીગણીને પાછા દેશ ફરશે, ત્યારે તેમની પાછળ જે ખર્ચો થયો છે, તે ખર્ચો વડોદરા સ્ટેટમાં સેવા આપી તેમને ભરપાઈ કરી આપવા નો રહેશે. જે એ કરારનામું સર્વ સામાન્ય હતું. દરેક સહાય મેળવનારે આવું એક કરાર નામું તે વેળા બરોડા સ્ટેટની ઉચ્ચ અભ્યાસ માટેની સહાય પ્રાપ્ત કરનારે લખીને આપવું પડતું હતું.

    MORE
    GALLERIES

  • 39

    Vadodara: શું તમે જાણો છો બાબા સાહેબ આંબેડકર વડોદરામાં ક્યા રોકાયા હતા? કેમ આવ્યા હતા અહીં? 

    બાબા સાહેબ આંબેડકર 1913 માં ભણીને પાછા આવ્યા અને શર્ત મુજબ વડોદરામાં બરોડા સ્ટેટના એકાઉન્ટન્ટ જનરલની કચેરીમાં નોકરી સ્વીકારી લીધી. પરંતુ તેમનો આટલો મોટો ઓહદો પણ તેની જ્ઞાતિ સામે વામણો પડતો હોય, તેમ તેમના સાથી કર્મચારીઓ સાથે જુનિયર અને સિનિયર પણ તેમનાથી આભડછેટ કરવા માંડ્યા.

    MORE
    GALLERIES

  • 49

    Vadodara: શું તમે જાણો છો બાબા સાહેબ આંબેડકર વડોદરામાં ક્યા રોકાયા હતા? કેમ આવ્યા હતા અહીં? 

    હદ તો ત્યારે વટાવી જયારે તેઓ શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલા એક પારસી લોજમાં જ્યાં રોકાયા હતા. ત્યાં તેમની જ્ઞાતિ અંગે જાણ થતા તેમને ફક્ત 24 કલાકનું અલ્ટીમેટમ આપી જગ્યા ખાલી કરવા કહી દેવામાં આવ્યું. આ ઘટનાએ બાબા સાહેબને ખુબ જ તોડી નાખ્યા.

    MORE
    GALLERIES

  • 59

    Vadodara: શું તમે જાણો છો બાબા સાહેબ આંબેડકર વડોદરામાં ક્યા રોકાયા હતા? કેમ આવ્યા હતા અહીં? 

    ત્યારબાદ વર્ષ 1917માં સપ્ટેમ્બર મહિનામાં ડો. આંબેડકર મોટાભાઈ બાલા રામને લઈને વડોદરા પહોંચ્યા. વડોદરા શહેરની આ તેમની બીજી મુલાકાત હતી. પરંતુ તે વેળાના રૂઢિચુસ્ત સમાજે બાબા સાહેબને ના સ્વિકારીયા અને તેમની સાથે જે ભેદભાવ વડોદરામાં થયો, તેનાથી નાસીપાસ થઇને બાબા સાહેબે એક નવો જ અભિગમ આદર્યો. પોતાના સમાજ સાથે થતા ભેદભાવ અને અન્યાય સામે લડવાનો સંકલ્પ પણ બાબા સાહેબે વડોદરાની આ ભૂમિ પરથી જ કર્યો.

    MORE
    GALLERIES

  • 69

    Vadodara: શું તમે જાણો છો બાબા સાહેબ આંબેડકર વડોદરામાં ક્યા રોકાયા હતા? કેમ આવ્યા હતા અહીં? 

    પ્રચલિત કથા મુજબ તેઓ જયારે ખુબ જ નાસીપાસ થયા અને રહેવા માટે કોઈ ઠેકાણું પણ ના રહ્યું ત્યારે તેઓ સયાજીગંજમાં જ આવેલા કમાટીબાગમાં એક વડના ઝાડ નીચે બેઠા. ત્યાં બેસી ને ખુબ જ રડ્યા. આખી રાત બેઠા રહ્યા. આ ઘટના એ તેમને ઉપરથી નીચે સુધી આંદોલિત કરી દીધા હતા.

    MORE
    GALLERIES

  • 79

    Vadodara: શું તમે જાણો છો બાબા સાહેબ આંબેડકર વડોદરામાં ક્યા રોકાયા હતા? કેમ આવ્યા હતા અહીં? 

    આખી રાત આજ સ્થળ પર બેસી તેમને મનોમંથન કર્યું અને સવાર પડતા સુધી તેઓ એ આજ ભૂમિ પર સંકલ્પ કર્યો કે, મારા જેવા ભણેલા ગણેલાનો આ હાલ દેશમાં થતો હોય, તો પછી મારા સમાજના નિરક્ષર લોકોની તો કેવી દયનિય સ્થતિ થતી હશે. માટે તેઓ કે નક્કી કર્યું કે, હવેનું જીવન તેઓ પોતાના સમાજના ઉત્થાન માટે વિતાવશે.

    MORE
    GALLERIES

  • 89

    Vadodara: શું તમે જાણો છો બાબા સાહેબ આંબેડકર વડોદરામાં ક્યા રોકાયા હતા? કેમ આવ્યા હતા અહીં? 

     જે સમાજ દબાયેલો અને કચડાયેલો અત્યાર સુધી રાખવામાં આવ્યો તેના ઉત્થાન માટે હવે તેઓ આજીવન કામ કરશે. આવો સંકલ્પ કરી તેઓ સીધા જ કમાટીબાગથી વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા અને ટ્રેન પકડી સીધા મુંબઇ પહોંચી આગળનો અભ્યાસ શરુ કર્યો.પરંતુ બાબા સાહેબે જે વડોદરાના કમાટીબાગમાં સંકલ્પ કર્યો, તેના કારણે આજે આ ભૂમિને સંકલ્પ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને બાબા સાહેબ સાથે જોડાયેલા જે પાંચ તીર્થો છે,

    MORE
    GALLERIES

  • 99

    Vadodara: શું તમે જાણો છો બાબા સાહેબ આંબેડકર વડોદરામાં ક્યા રોકાયા હતા? કેમ આવ્યા હતા અહીં? 

     તેમના એક તીર્થ તરીકે આ સંકલ્પ ભૂમિ સ્થળને પણ જોડવામાં આવે છે. બાબા સાહેબના વડોદરા સાથેના આ સંબંધને વડોદરા કોર્પોરેશન પણ સંજોઈને રાખવા માંગે છે. તેથી જ વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં બિલકુલ કમાટીબાગને અડીને જ આવેલા રસ્તાની બાજુમાં એક વિશાળ બાબા સાહેબ સ્મૃતિ ભવનનું નિર્માણ કરોડોના ખર્ચે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES