લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીતની ઉજવણી કરાઇ રહી છે. ગુજરાત સહિત દેશભરમાં જશ્ન જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદારમાં અનોખી રીતે ભાજપની જીતની ઉજવણી કરાઇ રહી છે. ભાજપની જીતને પગલે મફ્તમાં ઢોકળાનું વિતરણ કરાઇ રહ્યું છે.
2/ 4
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ખમણના વેપારીએ ભાજપની જીતની ખુશીમાં મફ્તમાં ઢોકળાનું વિતરણ કરવાનું નક્કી કર્યું હતું. જેના પગલે લોકોની લાંબી કતાર જોવા મળી હતી.
विज्ञापन
3/ 4
આવું જ કંઇક ગઇકાલે રાજકોટમાં જોવા મળ્યું હતું. રાજકોટ ભાજપે લોકસભા બેઠક જીત્યાં પછી પેટ્રોલ પંપ એસોસિએશનનાં પ્રમુખ ગોપાલ ચુડાસમાએ સીએનજી રીક્ષામાં મફતમાં ગેસ આપવાનું શરૂ કર્યું હતું.
4/ 4
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરવાની સાથે ગુજરાતમાં ફરી ઇતિહાસ રચ્યો છે. ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો મેળવી છે.