Nidhi Dave, Vadodara: નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 1897માં 23 જાન્યુઆરીના રોજ થયો હતો. તેમની જન્મ જયંતિને દેશમાં પરાક્રમ દિવસ તરીકે મનાવાય છે. ત્યારે તેમની 125 મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરુપે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ્ સ્થિત શ્રી પ્રકાશ વિદ્યાનિકેતન રેસિડેન્શિયલ સ્કૂલના ધોરણ 6 થી 12 ના 74 વિદ્યાર્થીઓ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના બાળપણથી લઈને આઝાદીની લડતના વિવિધ પ્રસંગોને 125 પોટ્રેટસના માધ્યમથી પ્રસ્તુત કરાયાં છે.
શ્રી પ્રકાશ વિદ્યાનિકેતનના વિધાર્થીઓએ અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપતા 125 પોટ્રેટસ 6 મહિનામાં બનાવીને તેમના જીવનની કેટલીક ઝલક રજૂ કરી છે. આ યુવા કલાકારોએ ચારકોલ, પીપળાના પાંદડા પર એક્રેલિક પેઇન્ટ, વોટરકલર, પિરોગ્રાફી, કોલાજ,એચિંગ (સોફ્ટ ગ્રાઉન્ડ) સહિતના વિવિધ માધ્યમો દ્વારા ચિત્રો 6 મહિનાની મહેનતબાદ બનાવ્યા છે. કલાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વડોદરા શહેરને કલાનગરી તરીકે ઓળખાય છે. અહીં તમામ વસ્તુઓને કલાના માધ્યમ દ્વારા જ પ્રદર્શિત કરવામાં આવે છે.