વડોદરા : રાજ્યમાં ગુનેગારો જાણે (gujarat crime) બેફામ બન્યા હોય તેમ પ્રતિદિન લૂંટ, ખૂન, મારધાડના સંગીન બનાવો બની રહ્યા છે. દરમિયાન ગઈકાલે રાત્રે રાજ્યની સંસ્કારી નગરી ગણાતા વડોદરા (Vadodara) શહેરમાં પણ ખૂની ખેલ ખેલાયો હતો. વડોદરાના ગોરવા (Gorwa) વિસ્તારમાં મોડી રાત્રે રાકેશ પરમાર (Rakesh parmar) નામના એક આશાસ્પદ યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી નિર્મમ (Murder of man in vadodara) હત્યા કરી નાંખવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો બનાવવાળી જગ્યાએ પહોંચી ગયો હતો. જોકે, મોડી રાત્રે ખેલાયેલા આ ખૂની ખેલમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો.
વડોદરાના ચકચારી હત્યા કેસની વિગતો એવી છે કે ડોદરા તાલુકાના અંકોળીયા ગામનો રાકેશ પરમાર છેલ્લા થોડા સમયથી ગોરવા વિસ્તારમાં આવેલી ખત્રી નગરમાં મિત્ર સાથે રહેતો હતો. રાકેશ શહેરની એક ખાનગી શાળામાં ડાન્સ ટીચર (Dance Teacher killed in vadodara) તરીકે પણ ફરજ બજાવતો હતો. દરમિયાન ગત રોજ તેના ઘરમાં આવેલા ઝાડ પરનો પાલો કાપવા બાબતે શહેજાદ ઉર્ફે ટીટ્ટો શીકંદર પઠાણ સાથે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલ શહેજાદ ઉર્ફે ટીટ્ટાએ ખૂની ખેલ ખેલ્યો હતો.
આ મામલે તપાસ માટે ઘટના સ્થળે આવેલા વડોદરા પોલીસના એસપીએ જણાવ્યું હતું કે મૃતક યુવકનું નામ રાકેશ પરમાર છે, આરોપી સાથે તેને ઝાડનો પાલો કાપવા બાબતે બોલાવચાલી થઈ હતી. મૃતકે આરોપીને ઘરમાં છાયો આવતો હોવાથી પાલો કાપવાની ના પાડી હતી અને તેના કારણે ઝઘડો થયો હતો. મૃતક માતાપિતાથી એકલો અહીંયા રહેતો હોવાની વિગતો સામે આવી છે. રાકેશ પરમારા વાઘોડિયાના વતની હતા અને મિત્ર સાથે રહેતા હતા. ત્યારે બજાણિયા વાસમાં રહેતા શહેજાદ સાથે તેને પાલો પાડવાની ના કેમ પાડી બાબતે ઝઘડો થયો હતો ત્યારે ઝઘડામાં તેની હત્યા થઈ છે.
ઉલ્લેખનીય છે કે સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં મોડી રાત્રે ખેલાયેલા આ ખૂની ખેલને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ બનાવવાળી જગ્યાએ પહોંચી અને તપાસ કરી હતી અને વહેલી તકે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે વડોદરામાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. (ઈનપૂટ : ફરીદ ખાન, વડોદરા)