Nidhi Dave, Vadodara: લોકો હવે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી રહ્યા છે. પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે સાયકલિંગ, સ્વિમિંગ, દોડવું, વગેરે જેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. વડોદરા શહેરના સાયકલ ગ્રુપ દ્વારા વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પેડલિંગ, ફીટનેસ અને દરેક સાયકલ સવારની ડ્રીમ રાઈડ, જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરિત છે જેમનું મિશન છે \"સ્વચ્છ ભારત\", \"ગ્રીન ઈન્ડિયા\" અને \"ફિટ ઈન્ડિયા\" હમ ફિટ તો ઈન્ડિયા ફિટના સંદેશા સાથે આ રાઈડનું આયોજન કરવામાં આવ્યું.
રાઇડર્સને કીટના ભાગ રૂપે બેગ, સાયકલીંગ ટ્રાઇ રંગીન જર્સી, ઓઆરએસ સેચેટ્સ, જેલ અને રાઇડર ટેગ આપવામાં આવ્યા હતા. તેઓને રૂટ પર સંપૂર્ણ સહકાર અને મદદ આપવામાં આવી હતી. સમગ્ર રાઈડ દરમિયાન રૂટ પર 5-6 કાર અને 3-4 બાઇક હાજર રહી. ઐતિહાસિક અને સાહસિક સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા શહેરના સાયકલિસ્ટઓ ખૂબ જ ઉત્સભેર ભાગ લીધો.