અંકિત ઘોનસિકર, વડોદરા: રાજ્યમાં માર્ગ અકસ્માતોની (road accident in Gujarat) ઘટનાઓ વચ્ચે વડોદરામાં (accident in vadodara) શુક્રવારે મોડી સાંજે અકસ્માતની ચકચારી ઘટના બની હતી. અહીં અકોટામાં બ્રિજ (car hit activa girl died) ઉપર મંગેતરને મળીને મોપેડ ઉપર આવતી યુવતીને કાર ચાલકે અડફેટે લીધી હતી. જેના પગલે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા મોતને ભેટી હતી.અકસ્માતના પગલે રાવપુરા પોલીસે (Ravpura police) કાર ચાલક મિત્તલ પટેલની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી. બીજી તરફ પુત્રીને ગુમાવતા પરિજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. અને હોસ્પિટલ પરિસરમાં જ હૈયાફાટ રૂદન કરી રહ્યા હતા.
શુક્રવારે નમ્રતાનો મંગેતર વડોદરા આવ્યો હતો. આથી નમ્રતા પાડોશીનું એક્ટીવા મોપેડ લઇ અકોટા બ્રિજ પાસે મળવા માટે ગઇ હતી. નમ્રતા પોતાના ફીયાન્સને મળી પરત ઘરે આવી રહી હતી. તે સમયે અકોટા ગામ તરફથી પુરપાટ આવી રહેલી કારે નમ્રતાની એક્ટીવાને અડફેટે લેતા તે રોડ ઉપર પટકાઇ હતી. જેમાં તેણે માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
અકસ્માતના આ બનાવની જાણ નમ્રતાના ભાઇ હેત સોલંકીને થતાં તુરતજ તે પરિવાર અને મિત્રોને લઇ સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. હોસ્પિટલમાં પરિવારના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. તે સાથે અકોટા પોલીસ લાઇનની સામે આવેલ શિવ-શક્તિ નગરમાં નમ્રતાનું અકસ્માત મોત નીપજ્યું હોવાની જાણ થતાં ગમગીની ફેલાઇ ગઇ હતી.