

વડોદરામાં પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પરિણીતા ઉપર હુમલો કરી હોવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં પોલીસે પ્રેમીની ધરપકડ કરી છે. આ અંગે જાણ થતાં આજુબાજુના લોકોના ટોળા પણ એકઠાં થયા હતા. (ફરીદ ખાન, વડોદરા)


મળતી માહિતી પ્રમાણે વડોદરાનાં સમા વિસ્તારમાં ઘોળેદહાડે પરણિંતા ની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પાંમી છે. સમા વિસ્તારમાં આવેલ મહેશ કોમ્પલેક્ષમાં પેહલા માળે 106 નંબરનાં ફલેટમાં દરજી પરિવાર રહે છે. મુળ મોડાસાની દિપાનાં લગ્ન આઠ વર્ષ પેહલા વડોદરામાં પરેશ દરજી સાથે થયા હતા.


દામ્પત્ય જીવનમાં એક સંતાન બાદ સસરા અને સાસુ સાથે રેહતો દરજી પરિવાર અચાનક આ હત્યાથી આઘાતમાં સરી પડયો છે.


આજે બુધવારે પતિ પરેશ દરજી અને સસરા દરજી કામ અર્થે પોતાની નજીકમાં દુકાને ગયા હતા. અને સાસુ આજ કોમ્પલેક્ષમાં રેહતા જેઠનાં ત્યાં ઉપરનાં માળે ફલેટમાં ગયા હતા. અને સાત વર્ષીય પુત્ર શાળાએ ગયો હતો.


જેઠને ત્યાંથી પરત ફર્યા બાદ ઘરનો દરવાજો ખોલવા જતા દરવાજો અંદરથી બંઘ હોવાથી સાસુએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ન ખુલતા તેઓએ જેઠને બોલાવ્યા હતા અને બારીનો કાચ તોડી અંદર નિહાળતા સૌ કોઇ ચોંકી ઉઠયા હતા.


ફલેટનાં રસોડામાં પરિણીતા દિપા લોહીલુહાણ હાલતમાં પડી હતી. સાસુએ આ દ્રશ્ય જોતાજ બુમાબમુ કરતા સૌ ભેગા થઇ ગયા હતા. અને પોલીસ અને 108ની જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ આવી પોંહચ્યા હતા, દિપાને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઇ જતા તબીબોએ તેને મુર્ત જાહેર કરી હતી.


પ્રાથમિક તપાસમાં દિપાનાં શરીર પર 25થી વઘુ તિક્ષણ હથિયારનાં ઘા જોવા મળ્યા હતા. અને દિપાની હત્યા થઇ હોવાનું જણાઇ આવ્યું હતુ.