વડોદરા: શહેરમાં મોંધીદાટ કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના અકોટા વિસ્તારમાં બીએમડબ્લ્યૂ કારે દંપતીને ટક્કર મારી (BMW car hits couple) હતી. કારે અડફેટે લેતાં ઇજાગ્રસ્ત દંપતી પૈકી મહિલાનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. નશામાં કાર ચલાવી દંપતીને ટક્કર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે કાર શોરૂમના સેલ્સ મેનેજરની અટકાયત કરવામાં આવી છે.
વડોદારના અકોટા નાયરા પેટ્રોલ પંપ પાસે રવિવારે રાત્રે લગભગ 8.30 કલાકે પેટ્રોલ પૂરાવીને નીકળેલા બાઇક સવાર દંપતીને પૂરપાટ ઝડપે આવી રહેલી બીએમડબ્લ્યૂ કારે અડફેટે લીધા હતા. આ ઘટનામાં દંપતીને ઇજા પહોંચી હતી. દંપતિ પૈકી મહિલાનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્મતાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.