Nidhi Dave, Vadodara: ગુજરાતમાં સૌપ્રથમ 2 થી 5 વર્ષના બાળકો હવે વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (NPSS) ના કિન્ડરગાર્ડન્સમાં ઓગમેન્ટેડ રિયાલિટી આધારિત 3D ટેકનોલોજી સાથે અભ્યાસ કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સયાજી ગાર્ડન ખાતે 27 થી 29 જાન્યુઆરી દરમિયાન આયોજિત 50માં બાલ મેળામાં આ શૈક્ષણિક કીટનું લોકાર્પણ કર્યું. આ કિટથી શહેરના કેજીને ફાયદો થશે અને વિદ્યાર્થીઓ 3D આધારિત ટેક્નોલોજી સાથે શીખશે, જે સરકારી શાળાઓના આધુનિકીકરણ તરફનું એક સકારાત્મક પગલું છે.
આ કીટની મદદથી NPSS દ્વારા સંચાલિત કિન્ડરગાર્ડન્સના બાળકો હવે પ્રાણીઓ, સૌરમંડળના ગ્રહો, વાહનો, સંખ્યાઓ, શાકભાજી અને મૂળાક્ષરોનું અવલોકન કરીને ઓગમેન્ટેડ રિયાલિટી આધારિત 3-D વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા અભ્યાસ કરશે. સ્પેશિયલ AR નોન ટીયરેબલ કાર્ડ કેટેગરીઝના આધારે બનાવવામાં આવ્યા છે અને તેને મોબાઈલ ફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી સ્ક્રીનમાં એક્સેસ કરી શકાય છે.
મનોવિજ્ઞાની એલોકા મંડલે અને ટીમના સભ્યએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ Android અને IOS આધારિત પ્લેટફોર્મ પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને સ્માર્ટ ટીવી સ્ક્રીન, મોબાઈલ, ટેબલેટ પર ફળો, શાકભાજી, સોલાર સિસ્ટમ, વાહનો, પ્રાણીઓ, પક્ષીઓ, સંખ્યાઓ અને અંગ્રેજી મૂળાક્ષરો જોઈ શકશે. સૌથી સારી વાત એ છે કે તે ડાઉનલોડ કર્યા પછી ઑફલાઇન મોડમાં ચાલી શકે છે જે નોનસ્ટોપ લર્નિંગ આપે છે.
પસંદ કરેલ કેટેગરી વિશે માહિતી આપવા માટે વોઈસ ઓવર સાઉન્ડ હશે. પશુ, પક્ષીઓ, આંકડા સહિતની માહિતી ધરાવતા 131 કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. એપને કોઈપણ મોબાઈલ કે ટેબ્લેટમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકાય છે અને આ કીટને ઓપરેટ કરવા માટે ઈન્ટરનેટની જરૂર પડતી નથી. એપ્લિકેશનમાં 4 ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી છે.
આ કિટ અભ્યાસક્રમ આધારિત શિક્ષણ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે અને રાજ્યમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે.જે કિન્ડરગાર્ડન્સમાં શીખવા માટે એક ધાર આપે છે. આ પ્રોજેક્ટ વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 50મા બાલ મેળા દરમિયાન શરૂ કરવામાં આવ્યો અને NPSS દ્વારા સંચાલિત આંગણ વાડી ઓમાં શરૂ થશે. ટૂંક સમયમાં તે રાજ્યભરની અન્ય આંગણવાડીઓ અને સમિતિ આંગવાડીઓમાં ફેલાઈ જશે.