વડોદરામાં એક જ દિવસમાં 18 ઈંચ વરસાદના કારણે જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયેલ અને અનેક લોકો ફસાઈ ગયા હતા. આ સમગ્ર વચ્ચે એક તસવીર સામે આવી હતી અને જેમાં એક પીએસઆઈ ગોવિંદ ચાવડા એક બાળકીને પોતાના માથે રાખી બચાવી રહ્યા હતા. (નવીન ઝા, અમદાવાદ)
2/ 5
આ તસવીર દેશ ભરમાં ખુબ વાયરલ થયેલ અને લોકોએ પીએસઆઈના વખાણ કર્યા હતા. પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે જે વૃક્ષના સહારે આ પીએસઆઈએ જીંદગી બચાવી હતી તે વૃક્ષ ધરાશયી થઈ ગયું છે.
3/ 5
મળતી માહિતી પ્રમાણે પીએસઆઈ ગોવિંદ ચાવડાએ રાવપુરામાં આવેલ દેવપુરામાંથી અનેક લોકો સાથે પશુઓને પણ બચાવ્યા હતા.
4/ 5
જેનાથી તમામ લોકોએ આ કામગિરીનુ ખુબજ વખાણ કરેલ પરંતુ જે વૃક્ષના સહારે આ શક્ય બન્યુ હતું. તે વૃક્ષ પાણીના કારણે પડી ગયું છે.
5/ 5
આ મામલે પીએસઆઈ ગોવિંદ ચાવડા સાથે વાત કરતા તેમને જણાવ્યુ કે આ વૃક્ષના કારણે તે સમય આ કાર્યવાહી શક્ય બનેલ પરંતુ જે રીતે પાણી ભરાયુ હતુ અને જેના કારણે પાણી ઉતરતા વૃક્ષ પણ પડી ગયું છે.