

અંકિત ઘોનસીકર, વડોદરા : ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા ચતા બુટલેગરો દ્વારા અનેક નવા પેતરા અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ, ક્યારેક પોલીસ બુટલેગરના ઈરાદાઓ પર પાણી ફેરવી દારીની હેરાફેરી અટકાવી ઝડપી પાડવામાં સફળ થાય છે. પરંતુ, આજે વડોદરાથી એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બની દારૂની હેરાફેરી કરતા ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.


તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાય સમયથી ખાખી વર્ધીને બદનામ કરતા હોય તેવા પોલીસ કર્મીના અલગ અલગ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તવરા પાસેથી પીકઅપ વાનમાં લઇ જવાતો દારૂ પોલીસે પકડી પાડ્યો હતો. દારૂની ખેપમાં પોલીસ કર્મીની સીધી સંડોવણી સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, વાઘોડિયા પોલીસ મથકના IPS જગદિશ બાંગરવા (Jagdish Bangarwa)એ તવરા પાસે પસાર થતી નર્મદા કેનાલ નજીકથી વિદેશી દારુ ભરેલી પીકઅપ વાન પકડી પાડી હતી.


પીકઅપ વાનમાં દારૂની ખેપ મારતા વડુ પોલીસ મથકના કોન્સ્ટેબલ હરસીંગ રાઠવાને ઝડપી પાડતા પોલીસ બેડામા હાહાકાર મચી ગયો છે. કોન્સ્ટેબલ જ બુટલેગર બનતા પોલીસ વિભાગને શરમ જનક સ્થિતીમાં મુકાવવાનો વારો આવ્યો છે.