Nidhi dave, Vadodara: કલાનગરી (Kala Nagari) વડોદરામાં (Vadodara) 35 વર્ષથી પ્રેક્ટિસ કરતા નામાંકિત ડો. હિમાંશુ શાહને કલા (Art) સાથે પણ સંબંધ છે. તેમણે બાળપણનો અધૂરો શોખ ફરી વિકસાવ્યો છે. કલા સાથે જોડાવા માટે કોઈ ચોક્કસ ડિગ્રી કે ચોક્કસ પ્રકારની તાલીમની જરૂર નથી. ના કોઈ ઉમંરનો બાંધ હોય, ના કોઈ સમયની પાબંધી. બસ પેશન હોવું જોઈએ. અને એજ વાત શહેરના નામાંકિત ડો. હિમાંશુ શાહે સાર્થક કરી બતાવી છે.
" સિમ્બોલ ઓફ લવ " (Symbol of Love) નામનું ચિત્ર પ્રદર્શન (Art Exhibition ) એક અઠવાડિયા માટે શહેરના જેતલપુર રોડ સ્થિત પી.એન.ગાડગિલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી (P.N.Gadgil and Sons Art Gallery) ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં ખાસ રાધા કૃષ્ણના (Radha Krishna) એબ્સટ્રેક્ટ ચિત્રોને (Abstract Painting) રજૂ કરવામાં આવ્યા છે.
આ પ્રદર્શનમાં કુલ 23 ચિત્રો પ્રદર્શિત કરલામાં આવ્યા છે. જેને શહેરીજનો 17 ઓગષ્ટ થી 21 ઓગષ્ટ દરમિયાન સવારના 11 થી સાંજના 8 કલાક સુધી નિહાળી શકે છે. રાધા કૃષ્ણની જોડી અને એમના સંબંધને અહીં ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત કરવા આવ્યું છે. જન્માષ્ટમીના (Janmashtami) શુભ અવસર નિમિતે શહેરના કલાકાર દ્વારા ખાસ રાધા કૃષ્ણના ચિત્રોને પ્રદર્શનાર્થે મુક્યા છે.
ડો. હિમાંશુ શાહનાં જીવનમાં કલાની સફર કંઈક આવી રહી છે, તેઓ પોતાના અભ્યાસ કાળ દરમિયાન ચિત્રકલાથી આકર્ષાયા હતા, અને ફક્ત શોખ માટે કંઈ પણ કલાની સમજણ વગર પેઇન્ટિંગ બનાવતા. તેમને વડોદરા ફાઈન આર્ટસમાં એડમિશન પણ મળી ગયેલું ! જોકે ભાગ્યને આ વાત મંજૂર નહોતી અને પરીવારમાંથી પણ સહકાર નહતો, તેથી ન છુટકે તેઓને તબીબી અભ્યાસ કરવો પડ્યો.પરંતુ પોતાના મનનાં કોઈ ખૂણે રંગો આકાર લેતા હતા, અને સમય જતાં તેમણે પોતાની પેશન જતી ન કરી, સમયના ચક્રના પરીવર્તન થવાની રાહ જોઈ. વર્ષો પછી નિરાંત અને સમય મળતાં, તેઓ ફરી પોતાના પેશનમાં એકટીવ થયાં.
બસ, કેનવાસ લઈ પીંછી ફેરવવા લાગી ગયા. છેલ્લા વીસ પચીસ વર્ષથી શરૂ થયેલ પેઇન્ટિંગની બીજી ઇનિંગ ડો. હિમાંશુ શાહ હાલ માંણી રહ્યા છે.35 વર્ષની ઉંમર બાદ ફરી પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું. દિવસે ક્લિનિક અને રાત્રે સમય મળતાં પેઇન્ટિંગ, તેમના રૂટનિનું ભાગ બની ચૂક્યા છે. તેમણે 250 થી પણ વધુ પેઇન્ટિંગસ બનાવ્યા છે.
તેમણે ઘણા ગ્રુપ પ્રદર્શનમાં ભાગ લીધો છે, અને સોલો પ્રદર્શન પણ કર્યાછે. તેમના પેઇન્ટિંગસ પ્રદર્શિત કરવા માટે આર્ટ ગેલેરી પણ બનાવી છે. ગૂગલ પ્લે સ્ટોર પર તેમની આર્ટ બુક પણ રજૂ થયેલી છે.પોતાના પેશન વિશે ડો. હિમાંશુ શાહે જણાવયું હતું કે, મને સ્કુલ સમયથી જ ચિત્રકલામાં રસ હતો. સ્કુલ , કોલેજમાં પણ મિત્રોને ચિત્રો દોરી આપતો.
ભણતર બાદ નવું કેરીયર એટલે પેઇન્ટિંગ માટે સમય ન મળતો, પરંતુ હવે હું પેઇન્ટિંગ માટે પુરતો સમય આપું છું. આવનાર સમયમાં સંપૂર્ણ સમય મારા પેશન સાથે પસાર કરવો છે. ડો હિમાંશુ શાહે ઘણાં વિષયો પર પેઇન્ટિંગસ બનાવ્યા છે. તેમને શેર શાયરીમાં પણ ધણો શોખ છે, પોતે લખે પણ છે અને પ્રસ્તુત પણ કરે છે. તેના માટે તેમના નજીકના અને જાણીતા લોકો " હમુરાજા " ના તખલ્લુસથી સંબોધે છે.