Home » photogallery » madhya-gujarat » Vadodara: ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી થીમ પરના ફોટોનું પ્રદર્શન યોજાયું

Vadodara: ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી થીમ પરના ફોટોનું પ્રદર્શન યોજાયું

આભૂષણ ભારતીય સંસ્કૃતિમાં કલાસૌંદર્ય, ઉત્સવો અને પર્વો એકબીજાની હારોહાર ચાલ્યા છે. જુદા જુદા વિષયોને લગતા ચિત્ર પ્રદર્શન અથવા તસવીર પ્રદર્શન ઘણા થયા છે  પરંતુ આભૂષણની વિશિષ્ટ તસવીરોનું પ્રદર્શન કદાચ આ પહેલું જ હશે.

विज्ञापन

  • 110

    Vadodara: ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી થીમ પરના ફોટોનું પ્રદર્શન યોજાયું

    Nidhi dave, Vadodara: આભૂષણ (Jewellery) ભારતીય સંસ્કૃતિમાં કલાસૌંદર્ય, ઉત્સવો અને પર્વો એકબીજાની હારોહાર ચાલ્યા છે. જુદા જુદા વિષયોને લગતા ચિત્ર પ્રદર્શન અથવા તસવીર પ્રદર્શન (Photo Exhibition) ઘણા થયા છે પરંતુ આભૂષણની વિશિષ્ટ તસવીરોનું પ્રદર્શન કદાચ આ પહેલું જ હશે.

    MORE
    GALLERIES

  • 210

    Vadodara: ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી થીમ પરના ફોટોનું પ્રદર્શન યોજાયું

     શહેરના જેતલપુરમાં આવેલી પી.એન. ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે તસ્વીરકાર નારાયણ પટેલની આભૂષણ થીમ તસવીરોનું છ દિવસીય એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે.

    MORE
    GALLERIES

  • 310

    Vadodara: ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી થીમ પરના ફોટોનું પ્રદર્શન યોજાયું

    વડોદરાને સંસ્કારી કલાનગરી તરીકેની આવવી ઓળખ સ્થાપિત કરવામાં વડોદરા શહેરના કલાકારોની સાથે સાથે તસ્વીરકારોનો પણ અનન્ય ફાળો છે. જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વડોદરાનું નામ રોશન કર્યું છે.

    MORE
    GALLERIES

  • 410

    Vadodara: ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી થીમ પરના ફોટોનું પ્રદર્શન યોજાયું

     જેમાં નારાયણ પટેલ (એન.ડી. પટેલ) પણ આ તસ્વીરકારો પૈકીના એક છે. એન.ડી. પટેલને બાળપણથી જ કલા ચિત્રો સાથેનો લગાવ હોવાને કારણે શાળાકીય અભ્યાસ દરમિયાન એલિમેન્ટરી અને ઇન્ટરમીડીએટ ડ્રોઈંગની પરીક્ષા પાસ કરી હતી.

    MORE
    GALLERIES

  • 510

    Vadodara: ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી થીમ પરના ફોટોનું પ્રદર્શન યોજાયું

    એન.ડી.પટેલ પોતાના ફોટોગ્રાફીના શોખને આગળ વધારતા ગયા અને અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લેતા ગયા. અત્યાર સુધી 30 થી વધુ યુવાનોને ફોટોગ્રાફીનું જ્ઞાન આપીને સમૃદ્ધ કર્યા છે. એન.ડી.પટેલ એક સેલ્ફ ટોટ ફોટોગ્રાફર છે.

    MORE
    GALLERIES

  • 610

    Vadodara: ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી થીમ પરના ફોટોનું પ્રદર્શન યોજાયું

    કોમર્શિયલ ફોટોગ્રાફીની સાથે સાથે પીક્ટોરિયાલ ફોટોગ્રાફીમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી નવા શિખરો સર કર્યા છે. જેનો પુરાવો રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમને મેળવેલા 80 એવોર્ડ ઇનામોની વણઝાર છે.

    MORE
    GALLERIES

  • 710

    Vadodara: ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી થીમ પરના ફોટોનું પ્રદર્શન યોજાયું

    માઈક્રો ફોટોગ્રાફીથી શરૂ કરી વાઈલ્ડ એન્ગલ એટલે કે ઇનસેક્ટ્સથી લઈને લેન્ડસ્કેપ સુધીના વિવિધ વિષયો એન.ડી. પટેલની ફોટોગ્રાફીનો પરિઘ છે. જે વિશે માહિતી આપતા ગૌરવ પુરસ્કાર અને રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફોટોગ્રાફર નારાયણ પટેલે જણાવ્યું હતું કે, મારા દ્વારા ક્લિક કરાયેલા અનેકવિધ ફોટો પ્રદર્શન માટે મુકાયા છે.

    MORE
    GALLERIES

  • 810

    Vadodara: ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી થીમ પરના ફોટોનું પ્રદર્શન યોજાયું

     ભારતીય સંસ્કૃતિમાં કલા સૌંદર્ય, ઉત્સવો અને પર્વોની સાથે આભૂષણ અનેકવિધ રીતે જોડાયેલું છે. હાલમાં આભૂષણ પ્રદર્શનમાં 32 ફ્રેમમાં 46 તસ્વીરોને આવરી લેવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 910

    Vadodara: ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી થીમ પરના ફોટોનું પ્રદર્શન યોજાયું

    પક્ષીઓના પીંછા, ફૂલો, પશુઓના હાડકાં, દરિયાઇ શંખ છીપલા, કોડીયો, વાંસ, ઘાસ, લોઢું, પિત્તળ અને તાંબાના ઘરેણાં એક તબક્કે માનવ પહેરતા હતા. ત્યારબાદ સોના - રૂપાનાં ઘરેણાનો બીજો તબક્કો આરંભાયો, હીરા, માણેકને અને ઝવેરાત બહુ મોડા અસ્તીત્વમાં આવ્યા.

    MORE
    GALLERIES

  • 1010

    Vadodara: ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી થીમ પરના ફોટોનું પ્રદર્શન યોજાયું

    નારીઓ માથાથી લઇને પગની આંગળીઓ સુધી અનેક પ્રકારના ઘરેણાં પહેરે છે. આ પ્રદર્શનમાં લગ્નોત્સવ, વાર - તહેવારના મેળાની ઉજવણીની તસવીરો પ્રસ્તુત કરી છે. રાજસ્થાન, ગુજરાત - કચ્છ, કવાંટ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પ્રાચીન અને અર્વાચીન ઘરેણાંઓની તસવીર મૂકવામાં આવી છે.

    MORE
    GALLERIES