Home » photogallery » madhya-gujarat » VADODARA: કરજણના કંડારી ગામના પૂરગ્રસ્તો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેન્ટર ઉભુ કરાયું

VADODARA: કરજણના કંડારી ગામના પૂરગ્રસ્તો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેન્ટર ઉભુ કરાયું

જિલ્લાના કરજણ તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે એન.ડી.આર.એફ.ની મદદથી ઉગારવામાં આવેલા ગ્રામીણોને સુંદર વ્યવસ્થા સાથેના આશ્રય સ્થાનોમાં રાખવામાં આવ્યા છે. એટલું જ નહિ, ગ્રામીણો સાથે તેના પશુઓને પણ આશરો આપવામાં આવ્યો છે.

विज्ञापन

  • 15

    VADODARA: કરજણના કંડારી ગામના પૂરગ્રસ્તો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેન્ટર ઉભુ કરાયું

    નિધિ દવે, વડોદરા: જિલ્લાના કરજણ તાલુકામાં (Karjan Taluka) પડેલા ભારે વરસાદને (Heavy rain) પગલે એન.ડી.આર.એફ.ની(NDRF Team) મદદથી ઉગારવામાં આવેલા ગ્રામીણોને સુંદર વ્યવસ્થા સાથેના આશ્રય સ્થાનોમાં રાખવામાં આવ્યા છે. એટલું જ નહિ, ગ્રામીણો સાથે તેના પશુઓને પણ આશરો આપવામાં આવ્યો છે. કરજણ તાલુકાના કંડારી ગામમાં આવેલા ટાટાના શો રૂમમાં આવા 400 જેટલા પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારજનોની જેમ સંભાળ રાખવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 25

    VADODARA: કરજણના કંડારી ગામના પૂરગ્રસ્તો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેન્ટર ઉભુ કરાયું

    પૂરની સંભવિત સ્થિતિને ધ્યાને રાખીને કલેકટર અતુલ ગોર દ્વારા તાલુકા તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું હતું અને સમયસર પગલાં લઈ કરજણ તાલુકાના કંડારી ગામના હેઠવાસમાં આવેલા પૂરના કારણે નવી ધરતી વિસ્તારના ગૌચરમાં વસવાટ કરતા પશુપાલકોને એનડીઆરએફની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા.ગત તારીખ 12 મીની રાત્રેકંડારી ગામના ઉક્ત વિસ્તારમાં પૂરના પાણી ભરાવાના કારણે ત્યાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 35

    VADODARA: કરજણના કંડારી ગામના પૂરગ્રસ્તો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેન્ટર ઉભુ કરાયું

    રાષ્ટ્રીય આપદા પ્રબંધનની હોડીઓમાં બેસાડીને પશુપાલકોને બચાવી લેવામાં આવ્યા હતા. 400 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. માનવતાનો સાદ પડતા કંડારી ગામમાં ટાટા મોટર્સનો શો રૂમ ધરાવતા જયંતીભાઈ પટેલએ પોતાના શો રૂમના દરવાજા ખોલી આપ્યા હતા.

    MORE
    GALLERIES

  • 45

    VADODARA: કરજણના કંડારી ગામના પૂરગ્રસ્તો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેન્ટર ઉભુ કરાયું

    પૂર અસરગ્રસ્તોને તેમના 150 જેટલા બકરા અને મરઘાં ઉપરાંત 50 જેટલી ભેંસો સાથે અહી આશરો આપવામાં આવ્યો છે. તા. 12 થી તેમને રાખવામાં આવતાની સાથે આરોગ્ય વિભાગ દ્વારા તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ જ સ્થળે મહિલાઓ માટે અલગ રાતવાસો અને શૌચાલયની વ્યવસ્થા પણ કરાઈ છે. આટલા પશુઓ અને ગ્રામીણો સાથે ગામની પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરી શકાય એમ નહોતી. પણ સમયસર મોટી જગ્યા મળી જતા તેમને અહી આશરો આપવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 55

    VADODARA: કરજણના કંડારી ગામના પૂરગ્રસ્તો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેન્ટર ઉભુ કરાયું

    જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આશ્રિતો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે નાસ્તો, બપોર અને સાંજનું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે. કેટલીક કિશોરીઓને ગૌરી વ્રત ચાલી રહ્યા હોવાથી તેમના માટે ફળાહાર પણ આપવામાં આવે છે. આમ આ બાબત જિલ્લા વહીવટી તંત્રના માનવતાલક્ષી અભિગમની પરિચાયક બની છે.

    MORE
    GALLERIES