Home » photogallery » madhya-gujarat » વડોદરાના 7 વિદ્યાર્થીઓએ રાજસ્થાનમાં ડંકો વગાડ્યો; આ સિદ્ધિ હાંસલ કરી

વડોદરાના 7 વિદ્યાર્થીઓએ રાજસ્થાનમાં ડંકો વગાડ્યો; આ સિદ્ધિ હાંસલ કરી

રાજસ્થાનના જયપુરના ટોંકમાં 16 મા નેશનલ આર્ટ ફેસ્ટિવલ, ક્રેયન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડોદરાના 7 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.અહીં શ્રેષ્ઠ કલાકાર તરીકે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

विज्ञापन

  • 16

    વડોદરાના 7 વિદ્યાર્થીઓએ રાજસ્થાનમાં ડંકો વગાડ્યો; આ સિદ્ધિ હાંસલ કરી

    Nidhi Dave, Vadodara: રાજસ્થાનના જયપુરના ટોંકમાં અતરંગ કલા અવામ એજ્યુકેશન વેલ્ફેર સોસાયટી દ્વારા 16 મા નેશનલ આર્ટ ફેસ્ટિવલ, ક્રેયન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિત્ય ફાઈન આર્ટ્સના 7 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

    MORE
    GALLERIES

  • 26

    વડોદરાના 7 વિદ્યાર્થીઓએ રાજસ્થાનમાં ડંકો વગાડ્યો; આ સિદ્ધિ હાંસલ કરી

    જેમાં શ્રેષ્ઠ કલાકાર તરીકે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના કલાકારો ફક્ત વડોદરામાં જ નહીં પરંતુ દેશભરમાં અલગ અલગ રાજ્યમાં અને શહેરોમાં પોતાની કલા પ્રદર્શિત કરી રહ્યા છે અને સન્માન પણ પ્રાપ્ત કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 36

    વડોદરાના 7 વિદ્યાર્થીઓએ રાજસ્થાનમાં ડંકો વગાડ્યો; આ સિદ્ધિ હાંસલ કરી

    રાજેન્દ્ર દિંડોરકરે જણાવ્યું હતું કે, ત્રણ દિવસમાં અમે 8 કલાકારો દ્વારા કેન્વાસ પર એક્રેલિક કલરથી પેઇન્ટિંગ્સ કર્યાં હતાં. જેમાં ગ્રૂપના 3 કલાકારને ઍવોર્ડ પણ મળ્યા. 16માં નેશનલ આર્ટ ફેસ્ટિવલ, ક્રેયન્સમાં મને તથા મારો સિનિયર કલા વિદ્યાર્થી રજનીકાંત અગ્રાવતને ગેસ્ટ આર્ટિસ્ટ તરીકે આમંત્રિત કર્યા હતાં.

    MORE
    GALLERIES

  • 46

    વડોદરાના 7 વિદ્યાર્થીઓએ રાજસ્થાનમાં ડંકો વગાડ્યો; આ સિદ્ધિ હાંસલ કરી

    જેમાં આયોજકોએ શ્રેષ્ઠ કલાકાર તરીકે અમારુ સન્માન કર્યું. આ વડોદરા શહેર માટે એક ખૂબ જ ગૌરવની વાત કહેવાય કે, વડોદરાના કલાકારો બીજા રાજ્યમાં જઈને વડોદરાનું નામ રોશન કર્યું છે.

    MORE
    GALLERIES

  • 56

    વડોદરાના 7 વિદ્યાર્થીઓએ રાજસ્થાનમાં ડંકો વગાડ્યો; આ સિદ્ધિ હાંસલ કરી

    આ ફેસ્ટિવલમાં બધાને મેડલ પહેરાવી સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા.જેમાં સિનિયર કેટેગરીમાં અવની દિંડોરકરને આઉટ સ્ટેન્ડિંગ વર્ક, હર્ષ રાણાને પ્રોત્સાહન અને રોનક ઘેડિયાને સિલ્વર મેડલ પ્રાપ્ત થયા છે. આ ઉત્સવમાં 16 રાજ્યમાંથી 350થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો.

    MORE
    GALLERIES

  • 66

    વડોદરાના 7 વિદ્યાર્થીઓએ રાજસ્થાનમાં ડંકો વગાડ્યો; આ સિદ્ધિ હાંસલ કરી

    વડોદરાના રાજેન્દ્ર દિંડોરકર, અવની દિંડોરકર, જયના જેમ્સ, રજનીકાંત અગ્રવાત, હર્ષા લખાની, હર્ષ રાણા, અલકા કરણદીકર, રોનક ઘેડીયાએ ભાગ લીધો હતો. આ તમામ કલાકારોએ વડોદરા અને વડોદરાની કલાને ગૌરવ અપાવ્યું છે.

    MORE
    GALLERIES