Home » photogallery » madhya-gujarat » coronavirus : સુરત બાદ હવે વડોદરામાં ચિંતા વધી, 24 કલાકમાં કોરોનાના 66 નવા કેસ પોઝિટિવ, 6 દિવસમાં 370 વ્યક્તિ સંક્રમિત

coronavirus : સુરત બાદ હવે વડોદરામાં ચિંતા વધી, 24 કલાકમાં કોરોનાના 66 નવા કેસ પોઝિટિવ, 6 દિવસમાં 370 વ્યક્તિ સંક્રમિત

1-6 જૂલાઈ દરમિયાનમાં વડોદરામાં 370 પોઝિટિવ કેસ નોંધાતા હવે વડોદરામાં સ્થિતિ ગંભીર, જાણો ક્યાં વિસ્તારમાં નવા કેસ નોંધાયા

विज्ञापन

  • 15

    coronavirus : સુરત બાદ હવે વડોદરામાં ચિંતા વધી, 24 કલાકમાં કોરોનાના 66 નવા કેસ પોઝિટિવ, 6 દિવસમાં 370 વ્યક્તિ સંક્રમિત

    વડોદરા : કોરોના વાયરસ (Coronavirus) રાજ્યના શહેરોને ધમરોળી રહ્યો છે. અમદાવાદને કાબૂમાં રાખતા સુરત ગુમાવવાની સ્થિતિ છે તેવામાં હવે ધીમી ધારે વડોદરામાં પણ પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે. વડોદરા જિલ્લામાં (Vadodara)માં છેલ્લા 34 કલાકમાં 66 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં 1-6 જૂલાઈ સુધીમાં પોઝિચટિવ કેસનો આંકડો 300ને પાર કરી ગયો છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 25

    coronavirus : સુરત બાદ હવે વડોદરામાં ચિંતા વધી, 24 કલાકમાં કોરોનાના 66 નવા કેસ પોઝિટિવ, 6 દિવસમાં 370 વ્યક્તિ સંક્રમિત

    વડોદરામાં પાછલા 24 કલાકમાં 412 સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. આ સેમ્પલ પૈકીના 66 કેસ પોઝિટિવ નોંધાયા છે જ્યારે 346ના પરિણામ નેગેટિવ આવ્યા છે. દરમિયાન વડોદરામાંથી કુલ 42 દર્દીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે જ્યારે આજદિન સુધીમાં 1890 દર્દી ડિસ્ચાર્જ થઈને સાજા થઈ ગયા છે.

    MORE
    GALLERIES

  • 35

    coronavirus : સુરત બાદ હવે વડોદરામાં ચિંતા વધી, 24 કલાકમાં કોરોનાના 66 નવા કેસ પોઝિટિવ, 6 દિવસમાં 370 વ્યક્તિ સંક્રમિત

    વડોદરામાં હાલમાં 703 કેસ એક્ટિવ છે. આ પૈકીના 548 દર્દીની સ્થિતિ સલામાત છે જ્યારે 124 દર્દીઓ ઑક્સિઝન પર છે. જોકે, નાનકડાં શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા ક્રિટિકલ દર્દીની સંખ્યા પણ ચિંતાનજક થઈ રહી છે. પાલિકાના આંકડા મુજબ હાલમાં 31 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

    MORE
    GALLERIES

  • 45

    coronavirus : સુરત બાદ હવે વડોદરામાં ચિંતા વધી, 24 કલાકમાં કોરોનાના 66 નવા કેસ પોઝિટિવ, 6 દિવસમાં 370 વ્યક્તિ સંક્રમિત

    વડોદરામાં પાછલા 24 કલાકમાં શહેરના ન્યૂ સમારોડ, સોમા તલાવ, નવા બજાર, પાણીગેટ, દંતેશ્વર વાડી, માંજલપુર, કારેલીબાગ, હરણી, વારસીયા રીંગ રોડ, સમા સાવલી રોડ, વાઘોડીયા, હરણી, આજવા રોડ, ડભોઈ રીંગ રોડ, ભુતડી ઝાંપા, આરવી દેસાઈ રોડ, વારસીયા રીંગ રોડ, અજબડીમીલ, અલકાપુરી, છાણી, બરાનપુરા, રાવપુરા, ગારજરાવાડી, તરસાલીમાંતી કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામિણ વિસ્તારમાં બામણગામ, ડભોઈ, પરસોલી, રણુ, પાદરા, કોયલી, સંખેડા, ભાયલી, ફર્ટીલાઇઝરનગરમાં નવા કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 55

    coronavirus : સુરત બાદ હવે વડોદરામાં ચિંતા વધી, 24 કલાકમાં કોરોનાના 66 નવા કેસ પોઝિટિવ, 6 દિવસમાં 370 વ્યક્તિ સંક્રમિત

    જુલાઈમાં અત્યારસુધીમાં કોરોનાના 370 કેસ નોંધાઈ ચુક્યા છે. 5મી જુલાઈએ વડોદરામાં કોરોનાના 64 કેસ નોંધાયા હતા જ્યારે 5 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. 4 જુલાઈના રોજ વડોદરામાં કોરોનાના 61 નવા કેસ નોંધાયા હતા જ્યારે 53 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.જુલાઈના 3જી તારીખે 62 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 29 ડિસ્ચાર્જ થયા હતા. 2 જુલાઈના રોજ વડોદરામાં 59 નવા કેસ નોંધાયા હતા. 1 જુલાઈના રોજ 58 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 2 દર્દીનાં મોત થયા હતા જ્યારે 103 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.

    MORE
    GALLERIES