વડોદરા: સંસ્કાર નગરી વડોદરાના એક બનાવની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. અહીં એક 39 વર્ષીય માતાએ તેની દીકરીને ઉપરાછાપરી છરીના 20 ઘા ઝીંકી દીધા (Mother stabbed daughter) છે. મંગળવારે આ બનાવ બન્યો છે. મહિલાની સગીર દીકરી ધોરણ-8માં અભ્યાસ કરી છે. હાલ તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવી છે. હુમલા પાછળનું કારણ મહિલાને તેનો પ્રેમ (Love) ગુમાવવાનો ડર હતો! મહિલાને આશંકા હતી કે તેના પ્રેમી જોડે તેની દીકરીને પ્રેમ સંબંધ બંધાયો છે. આથી ગુસ્સામાં આવીને મહિલાએ તેની જ દીકરીને છરીના 20 ઘા ઝીંકી દીધા હતા. મહિલાને જે યુવક સાથે પ્રેમ થયો છે તે હાલ દુબઈ (Dubai)માં હોવાની ચર્ચા છે. આ ઉપરાંત તે તેનાથી 10 વર્ષ નાનો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આરોપી મહિલા મોડેલિંગનું કામ કરે છે તેમજ વેબ સિરિઝમાં અભિનેત્રી તરીકે કામ કરતી હોવાની પણ વિગત મળી રહી છે.
ચોંકાવનારી આ ઘટનામાં પુત્રી પર હુમલો કર્યા બાદ માતાએ જ પોલીસને ફોન કરીને પોતાની દીકરીની હત્યા કરી નાખી હોવાનો ફોન કર્યો હતો. આ ઉપરાંત દીકરીને સારવાર માટે ખસેડવા માટે પોતે જ 108ને પણ ફોન કર્યો હતો. એવી પણ વિગત સામે આવી છે કે માતા જે યુવક સાથે પ્રેમ સંબંધમાં હતો તે યુવક તેની સગીર દીકરી (Mother attack teenager daughter) નજીક આવી ગયાની માતાને શંકા હતી. મહિલા મોડેલિંગ ઉપરાંત વેબ સિરિઝમાં પણ અભિનેત્રી તરીકે કામ કરે છે.
આ અંગે અલગ અલગ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે વડોદરાના આજવા રોડ પર માતા-પુત્રી રહે છે. માતા પુત્ર કોઈ ઓનલાઇન બિઝનેસ થકી આવક રળીને પોતાનો જીવન નિર્વાહ કરે છે. મહિલાએ 2013ના વર્ષમાં તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. સમય જતાં મહિલા એક યુવકના પરિચયમાં આવી ગઈ હતી. જે બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતો.
મંગળવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ માતા અને પુત્રી ઘરે હતા. આ દરમિયાન કોઈ વાતને લઈને ઝઘડો થતાં માતા તેની પુત્રી પર ચપ્પુ લઈને તૂટી પડી હતી. માતાએ તેની જ દીકરી પર ઉપરાછાપરી ચપ્પુના 20 વાર કરી દીધા હતા. જે બાદમા તે દીકરીને લઈને સયાજી હૉસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન માતાએ પોલીસ કંટ્રોલ રૂમને એવો ફોન પણ કર્યો હતો કે તેણે પોતાની દીકરીની હત્યા કરી નાખી છે.
આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું નથી. પોલીસે આ મામલે મહિલાના સંબંધીને ફરિયાદી બનાવ માટે સમજાવ્યા હતા પરંતુ કોઈ ફરિયાદી બનાવ તૈયાર થયું ન હતું. એવી પણ જાણકારી મળી છે કે દીકરી પર ચપ્પુ લઈને તૂટી પડ્યા બાદ માતાએ જ પોલીસ અને 108ને ફોન કર્યો હતો. પોલીસ આવી પહોંચી ત્યારે માતાએ સમગ્ર કહાની જણાવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે મહિલાએ અગાઉ બે વખત છૂટાછેડા લીધા છે. હાલ જે યુવક સાથે તેનો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તે દેશ બહાર હોવાનું જાણવા મળ્યું છે. અગાઉના લગ્ન વખતે ઘરકંકાસને પગલે મહિલાએ બે વખત પોલીસ ફરિયાદ પણ કરી છે. હવે દીકરી પર હુમલો કરીને મહિલા ફરી પોલીસ ચોપડે ચડી છે. સંસ્કારી નગરી કહેવામાં આવતા વડોદરાના આ બનાવે હાલ આખા શહેરમાં ખૂબ ચર્ચા જગાવી છે.