Nidhi Dave, Vadodara: વડોદરાની થ્રિલ બ્લેઝર્સ ટીમે ફરી એકવાર કોઈના કરી શકે તેવું કરી બતાવ્યું છે. ટીમના 12 ટ્રેકર્સએ લેહ ખાતે આવેલી ઝંસ્કર નદી પરના ચાદર ટ્રેક ઉપર આવેલા નેરક ધોધ ખાતે માઈનસ 30 ડિગ્રી તાપમાનમાં ગરબા રમીને જમીનથી 11,500 ફૂટ ઊંચાઈ ઉપર ગુજરાતી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું. ગુજરાતમાંથી આ એકમાત્ર એવી કંપની છે જેણે આ ટૂર જાતે જ કરી છે.
8મી જાન્યુઆરીએ લેહ પહોંચ્યા અને જરૂરી આરોગ્ય તપાસ બાદ 11મી જાન્યુઆરીથી ચાદર ટ્રેક શરૂ કર્યો અને એ જ દિવસે શિંગરાકોમા પહોંચ્યા અને પછી 12મી જાન્યુઆરીએ ટિમ્બ લેક પહોંચ્યા. ત્યાંથી 13મી જાન્યુઆરીએ અમે નેરક વોટરફોલ તરફનો અમારો ટ્રેક શરૂ કર્યો અને 30 કિલોમીટરની મુસાફરી પછી તે જ દિવસે ટિમ્બ લેક પર પાછા ફર્યા કારણ કે આગળ કેટલીક થીજી ગયેલી નદી તૂટી ગઈ હતી.