જનક જાગીરદાર, આણંદ: જિલ્લાના (Anand) બોરસદ તાલુકાના અભેટપુરા તળાવના ખોદકામ વખતે શિવલિંગ (Shivling while Excavation) જેવી પ્રતિમા જોવા મળતા કુતૂહલ સર્જાયું છે. આસપાસના ગ્રામજનો શિવલિંગ જેવી દેખાતી પ્રતિમાના (Gujarat Viral news) દર્શન કરવા દોડી આવ્યા<br />હતા. અનેક લોકોએ આ શિવલિંગ જેવી દેખાતી પ્રતિકૃતિની પૂજા પણ કરી હતી. આ વાત વાયુવેગે ફેલાતા મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
અલારસા તાબે આવેલ અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે. જેમાંથી નીકળતી માટીને રેલવે કોરીડોરની કામગીરી માટે લઇ જવામાં આવી રહી છે. આ તળાવમાં માટી ખોદકામ દરમિયાન ડાબી બાજુએ એક જુના વૃક્ષના થડીયા જેવો આકાર જોવા મળ્યો હતો. લોકો પહેલાં ઝાડનું થડ સમજી રહ્યાં હતા. બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડતા થડ જેવી દેખાઈ રહેલ કૃતિ પરથી પાણી વહેતા શિવલિંગ જેવી કૃતિ જેવો આકાર જોવા મળ્યો હતો.