

11 રાજેશ જોશી, સંજય ટાંક પંચમહાલ : પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બામાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 11 દિવસમાં ઘોઘમ્બા તાલુકામાં આદમખોર દીપડાએ 5 લોકો પર હુમલો કર્યો છે જ્યારે અત્યાર સુધીમાં 2 વ્યક્તિના મોત થયા છે. દરમિયાન સુરતના એક્સપર્ટના દ્વારા દીપડાને પકડવા માટે 9 પાંજરા મૂકવામાં આવ્યા છે. આદમ ખોર દીપડાને પાંજેરે પૂરી અને ગ્રામિણ વિસ્તારને ભયમાંથી મુક્ત કરવા માટે તંત્ર ચાર પગે થઈ થયું છે.


દરમિયાન ગઈકાલે દીપડાએ ઘોઘમ્બાના તરવારીયા ગામના યુવક પર હુમલો કર્યો હતો. મોડી સાંજે ઘર આંગણે ન્હાવા બેઠેલા યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો. યુવકે સતર્કતા દાખવી બૂમરાણ મચાવતાં દીપડો ભાગી ગયો હતો.


ચમહાલના ઘોઘમ્બા તાલુકાના ગામડાઓમાં માનવભક્ષી દીપડાએ હાહાકાર મચાવ્યો છે. દીપડાના સમયાંતર હુમલાથી અહીંના રહેવાસીઓમાં ડરનો માહોલ છે તેવામાં 8મી ડિસેમ્બરે દીપડાએ એક 8 વર્ષના માસૂમ બાળકને ફાંડી ખાતા પ્રજાજનોમાં શોકાગ્નિ જોવા મળી રહ્યો છે. જોકે, આ બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ નહોતું થયું તેવામાં જ દીપડાએ એક કિશોરી પર પણ હુમલો કર્યો હતો. જોકે, તેમાં કિશોરીનો આબાદ બચાવ થયો છે.


દરમિયાનમાં 8મી ડિસેમ્બરે આ બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ નહોતું થયું ત્યાં દીપડાએ બીજો હુમલો કર્યો હતો. જોકે, દીપડાના આ હુમલામાં એક કિશોરીનો આબાદ બચાવ થયો હતો.


ઘોઘમ્બા તાલુકા વિસ્તારમાં ડુંગરો અને કોતરો આવેલી હોવાથી દીપડો તેમાં વસવાટ કરે છે અને રાતના અંધકારમાં શિકાર કરી અને ગાયબ થઈ જાય છે. આ સંભવિત ગુફાનું દૃશ્ય છે જેમાં દીપડાઓ વસવાટ કરતા હોય છે ત્યારે તેના પંજાના નિશાનના આધારે પણ દીપડાની શોધખોળ કરવામાં આવી રહી છે.