રાજેશ જોષી, પંચમહાલ: પંચમહાલ (Panchmahal) જિલ્લાના શહેરા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી (Godown) ઘઉં અને ચોખાનો જથ્થો ઓછો મળી આવ્યાના કથિત કૌભાંડમાં (scame) આખરે શહેરા મામલતદારે શહેરા પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છેકે પોણા બે કરોડ રૂપિયાનો ઘઉં અને ચોખાનો જથ્થો સ્ટોક (Grain quantity scam) પત્રક કરતાં ઓછો મળી આવ્યો હતો. આ પ્રકરણમાં હાલ તો ગોડાઉન મેનેજર કે.એન.રોત, ગોડાઉનમાં તપાસ કરનાર સીએ ટીમના પ્રતિનિધી વિજય તેવર એન્ડ કંપની, વિશાલ શાહ વડોદરા અને ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાકટર રોયલ ટ્રાન્સપોર્ટ વતી આરીફ શેખ શહેરા સામે વિશ્વાસઘાત અને ષડ્યંત્રની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધાઇ છે.
શહેરા સ્થિત પુરવઠા વિભાગના ગોડાઉન માંથી જિલ્લા પુરવઠા મામલતદાર અને શહેરા મામલતદારે ગાંધીનગર કચેરીના આદેશ અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરી અનાજનો જથ્થો અને સ્ટોક પત્રક ચેક કર્યા હતા.દરમિયાન ગોડાઉનમાંથી સ્ટોક પત્રક કરતાં 13127 કટ્ટટા ઘઉં અને 1298 કટ્ટટા ચોખાના ઓછા મળી આવ્યા હતા.1.46 કરોડ બજાર કિંમતનો જથ્થો ઓછો મળી આવતાં જીલ્લા પુરવઠા અધિકારી અને ઉચ્ચ કચેરીને આ બાબતનો રિપોર્ટ કરાયો હતો.દરમિયાન ગાંધીનગર કચેરીએ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવવા સૂચના આપી હતી.
જે મુજબ શહેરા મામલતદાર મેહુલ ભરવાડે શહેરા પોલીસ મથકે છેતરપીંડી વિશ્વાસઘાત અને ષડ્યંત્રની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધાવી છે.જેમાં રિકવરી રેટ 3.67,72,900 રૂપિયાના જથ્થાની ગેરરીતિ આચરી જથ્થો ગેરવલ્લે કરી વિશ્વાસઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે.ઉલ્લેખનીય છેકે પાલનપુર પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી વિજિલન્સ ટીમની ચકાસણી દરમિયાન ઘઉં અને ચોખાનો જથ્થો સ્ટોક પત્રક કરતાં ઓછો મળી આવ્યો છે જેની કિંમત પણ કરોડને આંબી ગઈ છે. આ કથિત કૌભાંડમાં શહેરા પુરવઠા ગોડાઉનના ઇ.ચા મેનેજરના પિતાના જ મેનેજર છે.જોકે એક સરખા અને એક સાથે બહાર આવેલા સરકારી અનાજ સગેવગે થવાના કથિત કૌભાંડ અંગે શહેરા ગોડાઉનના મેનેજર ટેક્નિકલ ખામીનું રટણ કરી રહ્યા છે અને પોતાના પિતા મુદ્દે પણ કંઈક અલગ જવાબ આપતા જોવા મળે છે.
31 જાન્યુઆરીએ જિલ્લા પુરવઠા મામલતદારે ચેકિંગ કર્યુ ત્યારે સબ સલામત તો 20 દિવસમાં કરોડોનું અનાજ ગયું ક્યાં ?શહેરા પુરવઠા નિગમના ગોડાઉનમાં સરકારની જોગવાઈ મુજબ નક્કી કરાયેલી એજન્સીની સી.એ ટીમ દ્વારા તપાસ કરી ઓડિટ રિપોર્ટ સબમિટ કરાયો હતો.વળી ખુદ જીલ્લા પુરવઠા મામલતદારે પણ જાન્યુઆરી માસમાં ચેકિંગ કર્યુ ત્યારે સ્ટોક પત્રક અને ઉપલબ્ધ જથ્થો સમ પ્રમાણમાં મળી આવ્યો હતો.
આમ સબ સલામતની સ્થિતિમાં 20 દિવસમાં સરકાર દ્વારા ગરીબો માટે ફાળવવામાં આવતું હજારો બોરી અનાજ એકાએક જ ઓછું થઇ જવું એ બાબત ગળે ઉતરે એમ નથી.આ કથિત કૌભાંડમાં કોઈ મજબૂત પીઠબળ હોવાની અથવા સ્ટોક સબ સલામતના રિપોર્ટમાં ચેડાં કર્યાની પ્રબળ શક્યતાઓ નકારી શકાય એમ નથી ત્યારે જોવું રહ્યું કે પોલીસ તપાસમાં અન્ય કોઇની સંડોવણી બહાર આવશે કે જેના સામે ગુનો નોંધાયો છે એ જ વ્યક્તિઓ પૈકી કોઈ સમગ્ર જવાબદારી સ્વીકારી લેશે ?!