સાબિર ભાભોર, દાહોદઃ દોદના ગોવિંદ નગરમાં 9મી નવેમ્બર એક લૂંટની (Dahod Loot) ફરિયાદ સામે આવી હતી. ઘટનામાં રેલવે અધિકારીની (Railway Officer) પત્ની બાળકોને ઘરે મૂકીને ગઈ ત્યારે તેમના ઘરે લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં 30 લાખના દાગીના અને 2 લાખ રૂપિયાની રોકડની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે, આ ઘટનામાં પોલીસે તપાસ કરતા ફરિયાદની પત્નીએ દાગીના પ્રેમીને આપી દીધા હતા અને પતિએ માંગતા લૂંટનો પ્લાન ઘડ્યો હતો. આમ પત્નીના પ્લાનના વટાણા વેરાઈ જતા દાહોદ પોલીસ નીલુસિંહ નામની મહિલા સામે પોલીસને ખોટી માહિતી આપવાની ફરિયાદ નોંધી છે.
દાહોદના એએસપીએ આ મામલે જણાવ્યું કે 'આ લૂંટના ગુનામાં પોલીસની ટીમ કામ કરી રહી હતી ત્યારે પોલીસે જ્યારે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના મારફતે તપાસ કરી તો શંકાની સોય ફરિયાદી રાકેશસિંહની પત્ની નિલુ સિંહ પર ગઈ હતી. પોલીસે તેનું ઇન્ટ્રોગેશન કરતા તેણે કબૂલ કર્યુ કે તેણે ગત વર્ષે પોતાની તમામ જ્વેલરી અને રોકડ 2 લાખ રૂપિયા તેના પ્રેમી બિટ્ટુ ઉર્ફે દવેશ મહેન્દ્રસિંહ નાયકને આપી દીધા હતા.