

પંચમહાલમાં એક દુઃખદ ઘટના બની છે. પંચમહાલના ગોધરાના ગોલ્લાવ ગામે પિતાએ પુત્રની હત્યા કર્યા બાદપોતે ખેતરના કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ લોકો તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રાથમિક જાણકારી પ્રમામે પત્નીના આડા સંબંધોના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે પત્ની પોતાના પિયર જતી રહી હતી. પત્નીના પિયરપક્ષવાળા લોકો પત્નીને લઇ જતાં આવેશમાં આવીને પતિએ આવા પ્રકારનું પગલું ભર્યું હોવાનું સુત્રો જણાવી રહયા છે. પોલીસને આ અંગે જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અનેઆગળની કાર્યવાહી હાથધરી હતી. (હર્ષદ મહેરા, પંચમહાલ)


મળતી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામમાં પતિ પત્ની પોતાના બે વર્ષના પુત્ર સાથે રહેતા હતા. રવિવારે બપોરના સમયે પતિએ પોતાના બે વર્ષના પુત્રનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પોતે ઘર નજીક આવેલા ખેતરના કૂવામાં મોતની છલાંગ લગાવી હતી.


કૂવામાં ડુબી જતા પતિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અને પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગળની તજવીજ હાથધરી હતી.


પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે પત્નીના આડા સંબંધોના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે પત્ની પોતાના પિયર જતી રહી હતી. પત્નીના પિયરપક્ષવાળા લોકો પત્નીને લઇ જતાં આવેશમાં આવીને પતિએ પોતાના બે વર્ષના પુત્રની ગળુ દબાવીને હત્યા કર્યાબાદ પોતે આત્મહત્યા કરી હોવાનું સુત્રો જણાવી રહયા છે.